Book Title: Aptavani 11 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ કરું છું' એ માન્યતા છૂટે જ નહીં ને ? એટલે કર્મ ક્યારે ય પણ નિરાધાર થતું નથી. અક્રમ વિજ્ઞાન કર્મનો આધાર જ ખેંચી લે છે. ‘હું શુદ્ધાત્મા છું’ ને ‘હું કર્તા નથી,’ વ્યવસ્થિત કર્તા છે. એટલે થઈ ગયું કે આધાર ખેંચાઈ ગયો. પછી કર્તા ભોક્તાપણું ના રહે. ‘હું કર્તા નથી’ એ લક્ષ જેટલું રહે તેટલું જ લક્ષ સામો પણ કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે એ લક્ષમાં રહેવું અગત્યનું છે. સામાને કર્તા માન્યો તો ત્યાં ય તુર્ત જ રાગ-દ્વેષ થયા વિના ન રહે, જે અંતે પરિણમે છે કર્તાભાવમાં ને કર્મબંધનમાં ! સામો ગાળો ભાંડે ને મહીં થાય કે ‘આ કેમ આવું બોલે છે ?” એટલે થઈ રહ્યું ! સામાને કર્તા જોઈ લીધો ! અજ્ઞાન ફરી વળ્યું ત્યાં. ત્યારે ત્યાં જો જ્ઞાન હાજર થઈ જાય કે સામો તો શુદ્ધાત્મા છે રિયલમાં, અને આ બોલે છે તે વ્યવસ્થિત છે, ટેપ રેકર્ડ બોલે છે તો ત્યાં સંપૂર્ણ અકર્તા ભાવ રહે, રાગ-દ્વેષ ના થાય ને કર્મબંધ ના થાય. અક્રમ જ્ઞાન મળ્યા પછી આચાર સુધર્યા નથી એવું બીજાને લાગે. આચાર સુધારનારો પોતે રહેતો નથી, કર્તા રહેતો નથી પછી શી રીતે સુધરે ? મહીં ફેરફાર થાય, અભિપ્રાય બદલાય કે આ આચાર ખોટો છે. તે પછી ધીમે ધીમે બહાર આચારમાં ફેરફાર થાય. પણ એકદમ આચાર ના બદલાય. કો’કને જ બદલાય. કર્તાપદ છે ત્યાં સુધી બુદ્ધિની જરૂર છે. કારણ કે અહંકાર આંધળો છે તે બુદ્ધિની આંખે ચાલે છે. સજીવ અહંકાર જાય પછી બુદ્ધિ પણ જવા માંડે. બુદ્ધિ જાય એટલે પછી નિર્જીવ અહંકાર સ્ફટિક જેવો શુદ્ધ થઈ જાય ! કર્તાપણું છૂટે એટલે અહંકાર ને મમતા જાય. પછી કર્મો ભોગવવાના બાકી રહ્યાં તે વ્યવસ્થિત પૂરા કરાવડાવે, ત્યાં સુધી અંતરાત્મદશા, ઈન્ટ્રીમ ગવર્મેન્ટ જેવું કહેવાય. અને સંપૂર્ણ કર્મરહિત થઈ જાય એટલે થઈ ગયો પૂર્ણાત્મા, પરમાત્મા ! સંયોગ તો એક જ હોય ને વ્યવસ્થિત એ તો સંયોગોની લિન્ક છે ! બધાં સંયોગો ભેગાં થાય ને જે પરિણામ આવે તે વ્યવસ્થિત ! જ્ઞાન પછી વ્યવસ્થિત લિંક પ્રમાણે આવે અઠ્ઠાણું પછી નવ્વાણું જ્યારે અજ્ઞાન દશાવાળાને અઠ્ઠાણું પછી પચીસ આવીને ઊભું રહે ! વ્યવસ્થિત બધાં કર્મોને ક્રમવાર ઉદયમાં લાવી મુકે છે ! એ ઓટોમેટિક છે. એમાં કોઈનું કર્તાપણું ય નથી. જેનું કર્તાપણું ગયું તે વ્યવસ્થિતના જ્ઞાનનો અધિકારી. અને તેની જવાબદારી 11 શું રહી પછી ? નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી ! નિરંતર શુદ્ધ ઉપયોગ ! પછી ક્રોધ-માન-માયા-લોભ માત્ર ડિસ્ચાર્જ સ્વરૂપે રહ્યાં. જેમ જેમ ડિસ્ચાર્જ થતાં જાય તેમ તેમ વ્યવહાર શુદ્ધ થતો જાય. નવું બંધાતું બંધ થઈ જાય ! વ્યવહાર જે આવે તે પૂરો કરવાનો. કોર્ટમાં દાવો માંડવાનું વ્યવસ્થિતનું દબાણ આવે તો તેનો ય વાંધો નથી, પણ મહીં કિંચિત્ માત્ર રાગ-દ્વેષ થવાં ન જોઈએ ! જે જે ફિલ્મો પાડેલી છે તે પૂરી તો થવાની જ ને ? જ્ઞાન પછી બધું વ્યવસ્થિત જ થશે. એને અવ્યવસ્થિત કરવાની સત્તા હવે ઊડી જાય છે, જે સત્તા અજ્ઞાન દશામાં પૂર્ણપણે હોય ! શુદ્ધાત્મા સિવાય બીજું બધું રહ્યું તે પ્રકૃતિ. બહારનાં સંયોગો અને પ્રકૃતિ બધું ભેગું થઈને કાર્ય થાય તે વ્યવસ્થિત. પ્રકૃતિ એ ગનેગારી પદ છે. એ જે કરતી હોય તેને ‘જોયા’ કરવાનું એને માટે ‘તું જોશથી કર’ કે ‘તું ના કર’ એવું કહેવાની જરૂર નથી. શું બને તે ‘જોયા’ કરવાનું ! પ્રકૃતિ બહુ ઊછાળા મારતી હોય તો તેને ટાઢી પાડવા ‘વ્યવસ્થિત’ છે કહી દેવાય ! મન-વચનકાયા સંપૂર્ણ વ્યવસ્થિતના તાબે છે, માટે તેમાં તું ડખો ના કર. આ અહંકાર ડખલ ના કરે તો પ્રકૃતિ સહજપણે વર્તે ને આત્મા તો સહજ જ છે ! પ્રકૃતિ ને વ્યવસ્થિતમાં શું ફેર ? પ્રકૃતિમાંથી અહંકાર જાય પછી રહ્યું તે વ્યવસ્થિત અને પ્રકૃતિમાં તો અહંકાર હોય જ, જે ડખો કરાવ્યા કરે ! જ્ઞાની એકલા જ અગાઉથી વ્યવસ્થિત બોલી શકે ! કારણ કે એ ક્યાં ક્યાં સંજોગો વ્યવસ્થિતમાં છે એ જાણે. જે કોઈ શુદ્ધાત્મામાં રહે તે બોલી શકે. ‘જે થવાનું હશે તે થશે’ એવું ના બોલાય. એ દુરૂપયોગ થયો કહેવાય. (૩) બાહિરાભાવા-સંજોગ લક્ષણ ! સંયોગો આપણને ભેગાં થવા પાછળનું કારણ શું ? પાછલે ભવે આપણે જે ભાવકર્મ કર્યા. એના આધારે અત્યારે આ ભવે સંયોગો ભેગાં થાય. શુદ્ધાત્મા ને સંયોગ બે જ છે જગતમાં. એગો મે શાષઓ અપ્પા, નાણ-દંશણ સંજૂઓ; શેષા મે બાહિરાભાવા, સવ્વ સંજોગ લખ્ખણા. 12Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 155