Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નાશ કરવાવાળા,
નિરાકરણ કરેલું છે, કેમકે રાજચક્ર કેવળ આ લેાકનું જ સાધન છે પરલેાકનું નહિ, તથા સૌગત આદિ ધર્મ યથાર્થ તત્ત્વાનાં નિરૂપણ ન કરતા હાવાથી શ્રેષ્ઠ નથી. ચક્રવર્તિ' પદ્મ આપવાથી તીર્થંકરાને છ ખંડના અધિપતિની ઉપમા દીધી છે, કેમકે તે ચક્રવતી પણ ચાર સીમાવાળા અર્થાત્ ઉત્તર દિશામાં હિમવાન અને પૂર્વ, દક્ષિણ પશ્ચિમ દિશામાં લવણુ સમુદ્ર સુધી જેની સીમા છે એવા ભરતક્ષેત્ર પર એક શાસન રાજ્ય કરે છે. સસ્પેંસારસમુદ્રમાં ડુબતા જીવાને એકજ આશ્રય હેાવાથી દ્વીપ સમાન, ભવ્ય જીવેાના કલ્યાણકારી હાવાથી ત્રાણુ સ્વરૂપ તેથી તેને શરણુ-આધારસ્થાન, ત્રણે કાળમાં આવરણુરહિત કેવળ જ્ઞાન, કેવળ દર્શનના ધારક, જ્ઞાનાવરણીય આદિ કર્મોના રાગદ્વેષરૂપી શત્રુને જાતેજ જીતનારા તેમજ ખીજને જીતાવવાવાળા, ભવસમુદ્રને જાતે તરનારા તેમ બીજાને તારનારા, પાતે ખાધ મેળવનારા તેમજ બીજાને ખાધ પ્રાપ્ત કરાવનારા, પાતે મુક્ત થવાવાળા તથા ખીજાને મુક્ત કરવા વાળા, સજ્ઞ, સર્વૈદશી તથા ઉપદ્રવ વગરના, નિશ્ચલ, કરાગ રહિત, અનન્ત, અક્ષય, આધારહિત, પુનરાગમનરહિત, એવા સિદ્ધસ્થાન એટલે માક્ષને પ્રાપ્ત કરવાવાળા તે પ્રભુએ ઉપાંગેાના ભાવ શુ કહ્યો છે. એ પ્રકારે જ સ્વામીએ પૂછવાથી શ્રી સુધમા સ્વામીએ જ. સ્વામીને કહ્યું:-હે જમ્મૂ ! એ પ્રકારે કહેલા ગુણવિશિષ્ટ યાવત્ સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરવાવાળા ભગવાને ઉપાંગેાના પાંચ વર્ગ નિરૂપણુ કા છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે:—
(૧) નિરયાવલિકા, આનું બીજું નામ ‘કલ્પિકા’ પણ છે. (૨) કલ્પાવતસિકા (૭) પુષ્પિતા (૪) પુષ્પચૂલિકા તથા (૫) વૃષ્ણુિદશા આનું પણ ‘વહ્વિદશા’ એવું બીજું નામ છે. અહીં બધે ઠેકાણે અવયવગત મહત્વ વિવક્ષાથી બહુવચન વપરાયુ છે.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૬