Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માંથી, ખાળકા અને ખાળાએમાંથી કાઇને તેલ માલીસ કરતી હતી, કાઇને શરીરે ઉખટન ( પીઠી ) લગાડતી હતી, કોઈને પ્રાસુક પાણીથી સ્નાન કરાવતી હતી, કોઇના પગ રંગી દેતી હતી, કાઈના હાડ રંગતી હતી, કાઇને આંજણ આંજતી હતી તેા કેાઈના કપાળ ઉપર ખણુ આદિના આકારના ચાંડલા ચાડતી હતી, કાઇના કપાળે કેશર આદિથી જુદા જુદા પ્રકારના તિલક આદિના વિન્યાસ કરતી હતી, કાઇ એક બાળકને હીંચકા નાખતી હતી તથા કેટલાંક આળકની એક હાર કરી ઊભાં રાખતી હતી અને તે હારમાં ઉભેલાંમાંથી કેટલાંક માળકાને જુદાં જુદાં ઊભાં રાખતી હતી. એકના શરીરને ચંદન લગાવતી હતી તેા એકને સુગન્ધિત પાઉડરથી સુવાસિત કરતી હતી. એકને રમવા માટે રમકડાં દેતી તા કાઈને ખાવા માટે ખાજા દેતી હતી અને કોઇને દૂધ પાતી હતી. કેાઇની ડાકમાંથી અચિત્ત ( કાગળનાં ) ફૂલની માળા ઉતારી લેતી. કાઈને પેાતાના પગ ઉપર એસાડતી તે કોઈને પેાતાના ખેાળામાં રાખતી કેાઈને પેટ ઉપર તા કેાઈને સાથળ ઉપર અને કોઇને કેડે તેા કોઇને પીઠ ઉપર, કાઇને છાતી ઉપર તા કાઈને કાંધ ઉપર કોઈને માથા ઉપર રાખતી તે કાઇને હાથેથી પકડીને હુલરાવતી. ખાળકને આનંદ માટે ધીમા ધીમા સ્વરથી ગાતી અને રાતાં ખાળકને જોઈને તાણીને ગાતી, પુત્રની લાલસા, પુત્રીની વાંચ્છા, પૌત્ર અને દૌહિત્રની વાંચ્છા, તથા પૌત્રી અને દોહિત્રીની વાંચ્છાના અનુભવ કરીને પેાતાનાં એ કાર્યોથી સતાષ માની વિચરણ કરતી હતી.
તેનાં આવાં આચરણા જોઇને સુત્રતા આર્યો સુભદ્રા આર્યાન આ પ્રકારે કહેવા લાગી-હે દેવાનુપ્રિયે ! આપણે લેાકેા સાંસારિક વિષચેાથી વિરક્ત થોસમિતિ સ્માદિથી યુક્ત ચાવતા ગુપ્ત બ્રહ્મચારિણી નિન્ય શ્રમણી છીએ માટે આપણે ખાળકને રમાડવું આદિ કલ્પવાનું નથી. હે દેવાનુપ્રિયે ! તમે ગૃહસ્થાના બચ્ચાંને પ્રેમ કરવા લાગી ગયાં છે. બચ્ચાંને તેલ આદિ લગાડવાની ક્રિયાથી માંડીને બધાં અકલ્પનીય કાર્યો કરી રહ્યાં છે. તથા પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી અને દૌહિત્ર-ઢૌહિત્રીની વાંચ્છાના અનુભવ કરતાં વિચરી છે. માટે હૈ દેવાનુપ્રિયે ! તમે તમારાં આ કાર્યો માટે વિચાર કરો અને આ પાપની વિશુદ્ધિને માટે આલેચના કરી અને પ્રાયશ્ચિત્ત લે.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૧૩