Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાન કહે છે –
હે વરદત્ત! આ વિષય આજ જમ્બુદ્વીપ નામે કોપની અંદર મહાવિદેહ ક્ષેત્રના ઉન્નત નગરમાં વિશુદ્ધ પિતૃવંશવાળા રાજકુળમાં પુત્રરૂપે જન્મશે. ત્યાર પછી બાલ્યકાળ વીતી ગયા પછી સુતેલા દશેય અંગેની જાગૃતિ થતાં તે યુવાવસ્થાને પ્રાપ્ત થશે. અને તથારૂપ સ્થવિરે પાસે શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી અગારમાંથી અનગાર થશે. તે અનગાર ત્યાં ઈર્યાસમિતિ આદિથી યુક્ત થઈ યાવત્ ગુસબ્રહ્મચારી થશે. તે ત્યાં ઘણાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, માસાર્ધ, માસ, ક્ષપણુરૂપ વિચિત્ર તપથી-આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષ સુધી દીક્ષાપર્યાયનું પાલન કરશે. પછી માસિકી લેખનાથી આત્માને સેવીત કરી અનશનથી સાઠ ભકતોનું છેદન કરશે જે મેક્ષપ્રાપ્તિ માટે અનગાર ==પરિમિત વસધારિત્વ; માર=દ્રવ્ય ભાવથી મુંડત્વ, માનવ દેશતઃ અને સર્વતઃ સ્નાન, વર્જન (ન નહાવું), વરતવવા=અંગુલિ રૂસ્તરશાન=કાષ્ઠ (લાકડું) આદિથી દાંતેને સ્વચ્છ ન કરવા તથા મીશી આદિથી દાંતને ન રંગવા. ગઇકરજોણું આદિનું પણ છત્ર ધારણ ન કરવું, મનુના =૫ગરખાં અને મોજા આદિ પગમાં ન પહેરવાં, વળી ગાડી પાલખી અને ઘોડા આદિની સવારી ન કરવી, ઝિાગ્ગા=લાકડાની (કાની બનાવેલી) પાટ ઉપર સુવું, ફાધ્યા=લાકડા પર સુવું. શાસ્ત્રો પોતાના કે બીજા સાધુઓના હાથથી કેશનું લુંચન કરવું-કરાવવું, રાવણ-વિષયસુખ પરિત્યાગરૂપી બ્રહ્મચર્યમાં સ્થિર રહેવું, vcરા ભિક્ષા માટે ગૃહસ્થાના ઘરમાં જવું, વિકારભિક્ષાગ્રહણ, જાધાપરાલાભ તેમજ ગેરલાભ, અને સુવાવવામrદશ=ઈન્દ્રિયને અનુકૂળ પ્રતિકુળ શબ્દો આદિ સહન કરવા આદિ મર્યાદામાં ચલે છે તે મેક્ષરૂપ અર્થની આરાધના કરશે. અને સકલ કાર્ય સિદ્ધ કરી છેલા ઉચ્છવાસ નિઃશ્વાસો પછી સિદ્ધ થશે. નિર્મળ કેવળજ્ઞાનથી તમામ લોક અલકને જાણેશે અને સર્વ કર્મથી મુક્ત થશે. અને સકળ કર્મ વિકાર રહિત થઈને શીતલીભૂત (શાન્ત) થશે અને સંપૂર્ણ દુઃખોને અંત લાખીને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરશે.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૪૧