Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 146
________________ ભગવાન કહે છે:-- હે વરદત્ત ! હા, આ વિષયમાર અનગાર બનવામાં સમર્થ છે. વરદત્ત કહે છે: હૈ ભદન્ત ! આપ કહા છે. તેમજ છે. એમ કહીને વરદત્ત અનગાર આત્માને તપ-સયમ વડે ભાવિત કરતાં વિચરવા લાગ્યા. (૨). • સળગવા ' ઇત્યાદિ. તે વિષયમા એક સંસ્તાક ( આસન ) ત્યાર પછી અર્હત્ અરિષ્ટનેમિ એક સમય દ્વાસવતી નગરીથી નીકળીને દેશમાં વિચરવા લાગ્યા. નિત્રયઠુમાર શ્રમણેાપાસક થઇ ગયા અને તે જીવ અજીવ આદિ તત્ત્વાને જાણીને વિચરવા લાગ્યા. ત્યાર પછી વખત જ્યાં પાષધશાળા હતી ત્યાં ગયા અને ત્યાં દાભના બિછાવી તેના પર બેસી ધર્મધ્યાન કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી પાછલી રાત્રિએ ધર્મ-જાગરણ કરતાં તે નિષયમા ના મનમાં એવા વિચાર પેદા થયા કે તે ગ્રામ સન્નિવેશ આદિ ધન્ય છે કે જ્યાં અર્હત્ અરિષ્ટનેમિ ભગવાન વિચરે છે. તે રાજા ઇશ્વર, તલવર, માસ્મિક, કૌટુંબિક યાવત્ સાવાહ આદિ ધન્ય છે જે ભગવાનને વંદન નમસ્કાર કરે છે. જો અર્હત ગત્ત્રિનેમિ ભગવાન પૂર્વાનુપૂર્વી વિચરતાં નન્દનવનમાં પધારે તે હું પણ ભગવાનને વંદન નમસ્કાર કરૂં અને તેમની સેવા કરૂં. ત્યાર પછી ભગવાન મહત્ અરિષ્ટનેમિ તે નિષયમાર ના આ પ્રકારના આધ્યાત્મિકઅંતઃકરણના વિચાર આદિ જાણીને અઢાર હજાર શ્રમણેાની સાથે તે નન્દનવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનનાં દર્શોન કરવા માટે પિરષદ્ પાતપેાતાને ઘેરથી નીકળી ત્યાર શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૯

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151