Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 147
________________ પછી નિષધકુમાર પણ આ વૃત્તાન્તને જાણીને હૃષ્ટ તુષ્ટ હૃદયથી ચાર ઘટાવાળા અશ્વરથ ઉપર ચડીને ભગવાનનાં દર્શન કરવા નીકળ્યા અને જમાલીની પેઠે માતાપિતાની આજ્ઞાથી પ્રવ્રુજિત થઈને અનગાર થઇ ગયા તથા ઈય્યસમિતિ આદિથી યુક્ત થઈ ગુબ્રહ્મચારી બની ગયા. ત્યાર પછી તે નિષધ અનગારે અર્હત દષ્ટિનેમિ ભગવાનના તથારૂપ સ્થવિરાની પાસે સામાયિક આદિ અગીયાર અંગાનું અધ્યયન કર્યું તથા ઘણાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ આદિ વિચિત્ર તપ વડે આત્માને ભાવિત કરતાં પૂરાં નવ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. ખેતાલીસ ભક્તોનું અનશનથી છેદન કરી પાપસ્થાનાની આલેાચના તથા પ્રતિક્રમણુ કરી સમાધિ પ્રાપ્ત થતાં આનુપૂર્વીથી કાલગત થયા. ત્યાર પછી નિષધ અનગારને કાલગત થયેલા જાણીને વત્ત અનગાર જ્યાં અર્હત્ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા અને વંદન નમસ્કાર કરી મા પ્રકારે પૂછ્યું:૩ ભદન્ત ! આપના અન્તવાસી નિષય અનગાર પ્રકૃતિક અને બહુ વિનીત હતા. માટે કે ભદન્ત ! તે નિષષ અનગાર કાળ અવસરમાં કાળ કરીને ક્યાં ગયા અને કાં જન્મશે ? વલ્ડ્સ અનગારનાં આ પ્રકારનાં વચન સાંભળીને ભગવાને તેને કહ્યું:~ હૈ વરદત્ત ! મારા પ્રકૃતિભદ્રક અતેવાસી અને વિનીત એવા મિષ્ઠ અનેગાર મારા તથારૂપ સ્થવિાની પાસે સામાયિક આદિ અગીયાર અ ંગોનું અધ્યયન કરી પૂરાં નવ વરસ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને અનશન વડે ખેતાલીસ ભક્તોનું છેદન કરી પેાતાનાં પાપસ્થાનની આલેાચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થતાં કાળ અવસરમાં કાળ કરીને ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, આદિથી ઉપર સૌધર્મ ઇશાન આદિ યાવત્ અચ્યુત દેવલેાકનું ઉલ્લંઘન કરી ત્રણસેા અઢાર ચૈવેયક વિમાનાવાસનું પણ ઉલ્લંઘન કરતાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતાપણામાં ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઓની સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. એવીજ રીતે નિષધ દેવની પણ તેત્રીસ સાગરોપમ સ્થિતિ છે. વરદત્ત પૂછે છે:~~~~ હે ભદન્ત ! તે નિયસેવ તે લેાકમાંથી દેવ સબંધી આયુભવ અને સ્થિતિ ક્ષય પછી ચવીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૪૦

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151