Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 121
________________ તે આર્યાએાના આ પ્રકારે અકલ્પનીય વાતોના નિષેધ કરવા છતાં પણ તે સુભદ્રા આર્યાએ ન તે તે વાતને માની કે ન તેના ઉપર કાંઈ ધ્યાન આપ્યું. પણ તેજ પ્રકારના વ્યવહાર કરતી વિચારવા લાગી. ત્યાર પછી તે આર્યાએ કહેતી કે –“તમે ઉત્તમ કુળમાં જન્મીને ઉત્તમ સંયમ અવસ્થામાં આવી આવાં તુચ્છ કર્મ કરે છે. આવા પ્રકારની દોસ્ટના કરતી, કુત્સિત શબ્દ (મિણ) બેલીને તેના દોષ જાહેર કરતી કરતી નિન્દ્રા કરવા લાગી. હાથ મેં આદિથી ચાળા પાડી અપમાન કરતી fસના કરવા લાગી, ગુરૂજનોની પાસે તેના દે ખુલ્લા કરીને તિરસ્કારરૂપે જળા કરતી વારંવાર પુત્ર આદિના લાલન વિષયનું નિવારણ કરે છે. તે સુત્રતા આદિ આર્યાઓના ઉપરોકત પ્રકારે ર૪િના-નિના આદિ કરવાથી અને નિવારણ (મનાઈ) કરવામાં આવતાં તે સુભદ્રા આર્યાના અંત:કરણમાં એવો વિચાર ઉતપન્ન થયો કે “જ્યારે હું મારે ઘેર હતી ત્યારે સ્વતંત્ર હતી. હવે જ્યારે ઘર છોડી મુંડિત થઈ પ્રજિત થઈ, ત્યારથી હું પરાધીન છું. પહેલાં આ શ્રમણ નિર્ચર્થીિઓ માટે આદર કરતી હતી અને મારા સાથે પ્રેમને વર્તાવ કરતી હતી. પણ આજે તે નથી મારે આદર કરતી કે નથી મારી સાથે પ્રેમને વર્તાવ કરતી. ઉલટી તે હમેશાં મારી નિન્દા કર્યા કરે છે. માટે સવાર પડતાં જ આ સુવતા આર્યાએને છોડી દઈ કોઈ જુદા ઉપાશ્રયમાં ઉતરું એ મારા માટે ઉચિત છે. એમ વિચાર કરી સૂર્યોદય થતાં જ સુત્રતા આર્મીઓને છોડીને તે સુભદ્રા આર્થી નીકળી પડી અને જુદા ઉપાશ્રયમાં જઈ એલી જ રહેવા લાગી. ત્યાર પછી તે સુભદ્રા આર્યા ગુરૂણી આદિને અંકુશ ન રહેવાથી સ્વચછન્દચારિણી થઈ ગૃહસ્થોનાં બાળકો સાથે આગળના જેવો વ્યવહાર કરવા લાગી. ત્યાર પછી તે સુભદ્રા આય પાર્વસ્થ થઈ=સાધુના ગુણોથી દૂર થઈ પાર્વસ્થ વિહારિણી થઈ. આ પ્રકારે અવસન્ન થઈ=સામાચારી પાલનમાં ખિન્ન થઈ અવસગ્ન વિહારિણી બની. કુશીલ થઈ અને ઉત્તરગુણમાં દોષ લાગવાના કારણે તથા સંજવલન કષાયેના ઉદયથી કુશીલા થઈ કુશલ વિહારિણી થઈ, અને સંસક્તા =ગૃહસ્થ વગેરેની સાથે પ્રેમ બન્ધન કરવાના કારણથી સામાચારીમાં શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૪

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151