Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બહાર બેસવાની શાળામાં આવી. ત્યાં પોતાના ધાર્મિક રથ ઉપર ચડી. ત્યાર પછી તે ભૂતા દારિકા પોતાની દાસીઓથી પરિવેષ્ટિત થઈ રાજગૃહ નગરની વચ્ચે થઈને ગુણશિલક ચેત્યમાં પહોંચી. ત્યાં તેણે તીર્થકરેનાં અતિશયક છત્ર આદિ જેયાં. ત્યાં પિતાના ધાર્મિક રથમાંથી નીચે ઉતરી. પછી પિતાની દાસીઓથી ઘેરાઈને પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વ પ્રભુની પાસે ગઈ અને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરી ઉપાસના કરવા લાગી. ત્યાર પછી પુરૂષાદાનીય અહંત ભગવાન પાર્શ્વ પ્રભુએ તે મોટી સભામાં ભૂતા દારિકાને ઘર્મોપદેશ કર્યો. પછી ભૂતા દારિકાએ ધર્મનું શ્રવણ કરી તેને હૃદયમાં અવધારણ કરી હુષ્ટ તુષ્ટ હૃદયથી ભગવાનને વંદન તથા નમસ્કાર કર્યો. પછી આ પ્રકારે કહ્યું –હે ભગવન ! જે પ્રકારે આપે નિથ પ્રવચનનું નિરૂપણ કર્યું છે તે નિ પ્રવચનમાં હું શ્રદ્ધા રાખું છું અને તેના આરાધના માટે હું યત્નશીલ છું.
હે ભદન્ત ! હું મારાં માતાપિતાને પુછીને આપની પાસે પ્રવજ્યા લેવા
ભગવાને કહ્યું --
હે દેવાનુપ્રિયે ! જે પ્રકારે તને સુખ થાય તેમ કર. ત્યાર પછી તે ભૂતાદારિકા તેજ ધાર્મિક રથ ઉપર ચડી અને ત્યાંથી રાજગૃહ તરફ આવી. રાજગૃહ નગરમાં જ્યાં તેનું ઘર હતું ત્યાં ગઈ. પિતાને ઘેર જઈ રથમાંથી ઉતરી, પછી પિતાનાં માતાપિતાની પાસે પહોંચી. જમાલીની પેઠે હાથ જોડીને પોતાનાં માતાપિતા પાસે પ્રવજ્યા લેવા માટે આજ્ઞા માગી. તેઓએ આજ્ઞા આપી:–“હે પુત્રી ! જેવી તારી ઈચ્છા.”
ત્યાર પછી તે સુદર્શન ગાથાપતિએ વિપુલ (ખૂબ) અશનપાન-ખાદ્યસ્વાદ્ય એવા ચારે પ્રકારના આહાર તૈયાર કરાવ્યા તથા મિત્ર, જ્ઞાતિ, સ્વજન બંધુઓને નિમંત્રણ આપ્યું અને આદર સત્કારપૂર્વક ભજન કરાવ્યું ખાવાપીવાનું થઈ રહ્યા પછી પવિત્ર થઈ કૌટુંબિક (આજ્ઞાકારી) પુરૂષને બોલાવી દીક્ષાની તૈયારી કરવાની આજ્ઞા દેતાં તેઓને આ પ્રકારે કહ્યું – હે દેવાનુપ્રિયે! તમે લેકે હજાર
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૮