Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને લેાકેા તેને માનતા હતા. તે સુરપ્રિય,યક્ષાયતન ચારે તરફથી એક મોટા વનષથી ઘેરાયેલું હતું કે જેવું પૂર્ણ ભદ્ર ઉદ્યાન હતું. તેમાં અશેાકવૃક્ષની નીચે એક શિલાપટ્ટ હતું.
તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતા જે તે નગરીમાં રાજ્ય કરતા વિચરતા હતા. તે કૃષ્ણ વાસુદેવ સમુદ્રવિજય પ્રમુખ દશ દશાશના, બલદેવ પ્રમુખ પાંચ મહાવીરાના, ઉગ્રસેન પ્રમુખ સાળ હજાર રાજાઓના, પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમારેાના, સામ્ભ પ્રમુખ સાઠ હજાર દુર્દન્ત શૂરવીરાના, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરાના, મહાસેન પ્રમુખ છપ્પન હજાર ખલવાનાના, રૂકિમણી પ્રમુખ સોળ હજાર દેવીએનાં તથા અનંગ સેના પ્રમુખ અનેક હજાર ગણિકાઓનાં, વળી ઘણા રાજા ઇશ્વર તલવર મામ્બિક કૌટુમ્બિક શ્રેણી સેનાયતી સાવાહ આદિના તથા વૈતાઢગિર અને સાગરથી મર્યાદિત દક્ષિણ અધ ભરતના ઉપર આધિપત્ય કરતા થકા રહેતા હતા.
તે દ્વારાવતી નગરીમાં ખલદેવ નામે રાજા હતા જે મહામલવાન હતા. અને પેાતાના રાજ્યનું શાસન કરતા વિચરતા હતા. તે મલદેવ રાજાની પત્નીનું નામ રેવતી દેવી હતું, જે સુકુમાર હાથપગવાળી હતી અને સર્વાંગ સુંદર હતી અને પાંચે ઇન્દ્રિયાનાં સુખ અનુભવ કરતી વિચરતી હતી. પછી કાઈ સમયે તે રેવતી દેવી પુણ્યવાન લેાકેાને પાઢવા ચાગ્ય એવી પોતાની સુકેામલ શય્યામાં સુતી હતી ત્યાં સ્વપ્નમાં સિંહને જોયા અને જાગી ગઇ. સ્વપ્નનું વૃત્તાન્ત તેણે રાજા અલદેવને કહી સ'ભળાવ્યું. પછી સમય વીતતાં રેવતીના ગર્ભથી એક કુમારના જન્મ થયેા, જેનું નામ નિષેધ રાખવામાં આવ્યું. તે કુમાર માટે થતાં મહાખલના જેવા ખઉંતેર કળાઓમાં પ્રવીણ થઇ ગયા. પચાસ રાજકન્યાઓની સાથે
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩૪