Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 122
________________ શિથિલ પ્રવૃત્તિવાળી થઈ સંસક્તવિહારિણી થઈ ગઈ. યથા છન્દા=પિતાની મરજીમાં આવે તે કલ્પિત માર્ગમાં પ્રવૃત્ત થઈ=યથા છન્દ વિહારિણી થઈ. આ પ્રકારે ઘણાં વર્ષો સુધી તેણે દીક્ષા પર્યાયનું પાલન કર્યું. આખરે અર્ધમાસિકી સંલેખનાથી પોતાના આત્માને સેવિત કરીને ત્રીશ ભક્તોનું અનશન દ્વારા છેદન કરી પિતાના ઉત્તરગુણ પ્રતિસેવનરૂપ પાપસ્થાનની આલોચના તથા પ્રતિકમણ ન કરતાં કાલઅવસરમાં કાલ કરી સૌધર્મ કલ્પના બહુપુત્રિકા નામે વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીચ શય્યામાં દેવદૂષ્ય વસ્ત્રોથી આચ્છાદિત જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર (અવગાહના) વાળી બહુપુત્રિકા દેવી થઈને ઉત્પન્ન થઈ. ત્યાર પછી જન્મતી વખતે આ બહુપુત્રિકા દેવી ભાષાપર્યાપ્તિ મનપર્યાપ્તિ આદિ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ અવસ્થાને પામી ઉત્કૃષ્ટ-સાત હાથની અવગાહનાવાળી દેવી થઈ દેવ અવસ્થામાં વિચારવા લાગી. હે ગૌતમ ! બહપત્રિકા દેવી આ પ્રકારે પિતાની દિવ્ય દેવ ઋદ્ધિથી સમન્વિત (પરિપૂર્ણ ) થઈ છે. હે ભદન્ત ! કયા કારણથી તેનું નામ બહુપુત્રિકા પડ્યું ? હે ગૌતમ ! બહુ પત્રિકા દેવી જ્યારે જ્યારે દેશના રાજા ઇન્દ્રની પાસે જાય છે ત્યારે ત્યારે તે ઘણાં છોકરા-છોકરી તથા બાલકો અને બાળાઓની વિફર્વણું કર્યા પછી જ્યાં દેવતાઓના રાજા ઈન્દ્ર છે ત્યાં આવે છે અને તે દેવતાઓના રાજા ઈન્દ્રને પિતાની દિવ્ય ઋદ્ધિ-દિવ્ય દેવતિ તથા દિવ્ય તેજ દેખાડે છે. હે ગૌતમ! આ માટે તે બહુપુત્રિકા દેવી કહેવાય છે. (૫). ચંદુપુત્તિi' ઇત્યાદિ હે ભદન્ત ! બહુપુત્રિકા દેવીની સ્થિતિ કેટલા સમયની છે? હે ગૌતમ ! બહુપુત્રિકા દેવીની સ્થિતિ ચાર પપમ છે. હે ભદન્ત ! તે બહુપુત્રિકા દેવી આયુક્ષય, ભવક્ષય તથા સ્થિતિક્ષય પછી દેવલોકમાંથી ચ્યવને કયાં જશે ? કયાં જન્મ લેશે ? શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૫

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151