Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાર પછી આર્યાએ કહે છે –જેવી રીતે તને સુખ થાય તેમ કર. શુભ કામમાં પ્રમાદ ન કર. ત્યાર પછી તે મા બ્રાહ્મણ તે આર્થીઓને વંદન અને નમસ્કાર કરી વિસર્જન કરશે. (૭)
તUા સ” ઈત્યાદિ.
ત્યાર પછી તે સેમાં બ્રાહ્મણે રાષ્ટ્રકૂટની પાસે આવશે અને હાથ જોડીને આ પ્રકારે કહેશે–હે દેવાનુપ્રિય ! મેં આર્થીઓ પાસેથી ધર્મનું શ્રવણ કર્યું. તે ધર્મ પણ મને ઈષ્ટ પ્રિય અને હિતકારક લાગે ને સારે પણ જણાય છે. માટે હે દેવાનુપ્રિય ! મારી ઈચ્છા છે કે તમારી આજ્ઞા લઈને હું તે આર્યા પાસે જાઉં અને દીક્ષા ગ્રહણ કરું. મા બ્રાહ્મણનાં એવાં વચન સાંભળી રાષ્ટ્રકૂટ તેને કહેશે –
હે દેવાનુપ્રિયે ! હાલ તું મુંડિત થઈને પ્રજિત ન થા. હે દેવાનુપ્રિય ! હાલ તે મારી સાથે વિપુલ ભેગોને ભેગવ. ત્યાર પછી મુક્તભેગા થઈ સુવ્રતા આર્યાની પાસે પ્રવ્રજિત થજે. સેમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની આ સલાહને માની જશે. પછી તે સોમા બ્રાહ્મણી સ્નાન કરીને તમામ જાતનાં ઘરેણાં-ગાંઠોથી અલંકૃત થઈ દાસીઓની મંડળીમાં ઘેરાઈને પોતાના ઘરમાંથી નીકળી બિભેલ સન્નિવેશના મધ્ય ભાગમાંથી થઈને સુત્રતા આર્યાઓના ઉપાશ્રયમાં આવશે આવીને તે સુવ્રતા આર્યાને વંદન નમસ્કાર કરી સેવા કરશે ત્યાર પછી તે સુવ્રતા આર્યાએ તે સમા બ્રાહ્મણને વિચિત્ર કેવલી પ્રજ્ઞસ ધર્મને અનેક પ્રકારે ઉપદેશ કરશે જે પ્રકારે જીવ કર્મથી બંધાય છે અને મુક્ત થાય છે, ઈત્યાદિ કેવલી પ્રરૂપિત ધર્મ સાંભળીને તે સામા બ્રાહ્મણી સુત્રતા આર્થીઓની પાસે બાર પ્રકારના શ્રાવકધર્મને સ્વીકાર કરશે. પછી તે આર્થીઓને વંદન-નમસ્કાર કરીને જે દિશાથી તેઓ આવી હશે તે દિશામાં પાછી જશે.
ત્યાર પછી તે સામા બ્રાહ્મણી શ્રમણ ઉપાસિકા બનશે અને બધાં જીવ અજીવ આદિ તને જાણ શ્રાવક વ્રતથી આત્માને ભાવિત કરતી વિચરશે. ત્યાર પછી સુત્રતા આર્યાએ કાઈ સમયે ખિભેલ સન્નિવેશથી નીકળીને બીજા દેશમાં વિહાર કરતી વિચરશે. (૮)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૧૯