Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચન્દ્રદેવકાવર્ણન
શ્રી સુધર્મા સ્વામી કહે છેઃ-~~
હૈ જમ્મૂ ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં શુશિલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તે કાલે તે સમયે ભગવાન મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. જનસમુદાયરૂપ પિરષદ્ ધર્મકથા સાંભળવા નીકળી. તે કાળે તે સમયે જ્યાતિષ્કાના ઇન્દ્ર, જ્યાતિષિઓના રાજા ચન્દ્ર, ચન્દ્રાવત સક વિમાનની અ ંદર સુધર્મા સભામાં ચન્દ્રસિંહાસન પર બેઠેલા ચાર હજાર સામાનિકાની સાથે બિરાજેલા છે.
તે જ્યાતિષાના ઇન્દ્ર ચન્દ્રમાએ આ જમ્મૂદ્રીપ નામના સંપૂર્ણ મધ્ય જમ્મૂદ્રીપનું વિશાલ અવધિજ્ઞાનથી અવલેાકન કરતાં થકાં ભગવાન મહાવીરને મધ્ય જમ્મૂદ્રીપમાં જોયા અને તેમના દૃન કરવા માટે જવાની ઈચ્છા કરી. અને ત્યારે તેણે સૂર્યોભદેવની પેઠેજ આભિયાગ્ય ( ભૃત્ય ) દેવોને મેલાવીને કહ્યું—હે દેવાનુપ્રિયા ! તમે મધ્ય જમ્મૂદ્રીપમાં ભગવાનની પાસે જાશે અને ત્યાં જઈ સવક પવન આદિની વિધ્રુણા કરી કચરા પુજો વગેરે સાફ કરી સુગન્ધ બ્યાથી સુગ ંધિત કરી યાવત્ ચેાજનના વિસ્તારમાં ભૂમંડલને સુરેન્દ્ર આદિ દેવાને આવવા જવા બેસવા આદિ માટે યેાગ્ય બનાવીને ખબર આપેા. તે આભિયેાગ્ય દેવ ઉપરોક્ત આજ્ઞા અનુસાર માંડલ તૈયાર કરી ખબર દે છે. પછી ચન્દ્રદેવે પદાતિસેનાના નાયક દેવને કહ્યું કે–જા અને સુસ્વરા નામની ઘટા ખજાવીને સર્વે દેવ દેવીઓને ભગવાનની પાસે વંદના માટે ચાલવા સારૂ સૂચના કરેા. પછી તે દેવે તે પ્રમાણે જ કર્યું.
સૂર્યાલના વર્ણનથી વિશેષ કેવળ એટલું જ છે કે
યાનવિમાન
આને એક હજાર ચેોજન વિસ્તારવાળું હતું અને સાડા ત્રેસઠ ચેાજન ઊંચું હતું.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૮૨