Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચોખા વગેરે રાંધવાનાં પાત્ર=કંદુ તેમાં ઘી નાખીને ચૂલ પર પકાવેલા માંસની પેઠે પિતાનાં શરીરને કષ્ટ દેતા જે વિચારે છે તેમાં જે દિશા પ્રેક્ષક છે તેઓની પાસે પ્રવ્રજીત બનવાની ઈચ્છા રાખું છું. તથા પ્રજીત થઈને પણ આ પ્રકારના અભિગ્રહ (પ્રતિજ્ઞા) લઈશ કે-જ્યાં સુધી જીવું ત્યાં સુધી અન્તર રહિત છઠ-છઠ (નબેલા-બેલાકુપ) દિચક્રવાલ તપસ્યા કરતા સૂર્યની સામે હાથ ઊંચા રાખીને આતાપન ભૂમિમાં આતાપના લેતે રહીશ.
આમ વિચાર કરે છે. વિચાર કરીને સૂર્યોદય થતાં ઘણી લેઢાની કડાઈઓ કડછીએ, તાંબાનાં તાપસ પાત્રો આદિ લઈને દિશા પ્રેક્ષક તાપસની પાસે આવ્યો અને દિશા પ્રેક્ષક તાપસ થઈ ગયે. તાપસ થઈને પણ તે એમિલ પૂર્વોક્ત અભિગ્રહ બરાબર લઈને પહેલા ષષક્ષપણ સ્વીકાર કરીને વિચારવા લાગ્યા.
અત્રે “દિક્ ચકવાલ” શબ્દ આવ્યું છે તેને અભિપ્રાય એવો છે કે તપસ્વી તપસ્યાનાં પારણાં માટે પોતાની તપોભૂમિની ચારે દિશામાં ફેલ ભેગાં કરીને રાખે. પછી તપસ્યાનાં પહેલાં પારણામાં પૂર્વ દિશામાં રાખેલાં ફળથી પારણું કરે. બીજું પારણું કરવાનું આવે ત્યારે દક્ષિણ દિશામાં રાખેલાં ફળથી પારણું કરે. આવી રીતે બીજાં પારણાં આવે ત્યારે પશ્ચિમ-ઉત્તર દિશાઓમાં રાખેલાં ફળનો આહાર કરે. આ પ્રકારની પારણાંવાળી તપસ્યાને “દિફ ચક્રવાલ” કહે છે. (૪).
“pf સે સેમિ' ઈત્યાદિ.
ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પહેલા ષષક્ષપણના પારણાં આવતાં આતાપન ભૂમિ પર આવે છે. ત્યાં આવીને તે વલ્કલ વસ્ત્ર ધારણ કરી રહેલ તાપસ જ્યાં પિતાની પર્ણકુટી હતી ત્યાં આવ્યું. ત્યાં આવીને પિતાની કાવડ લીધી અને તે લઈને પૂર્વ દિશામાં જલથી સિંચન કરે છે અને કહે છે–“હે પૂર્વ દિશાના અધિપતિ સોમ મહારાજ ! પરલેકસાધના માર્ગમાં જવા માટે પસ્થિત સૌમિલ બ્રાહ્મણ ષિની રક્ષા કરે અને ત્યાં જે કાંઈ કંદ, મૂળ, છાલ. પાંદડાં, પુષ્પ, ફલ, બી તથા લીલેરી વસ્તુ આદિ છે તે લેવાની આજ્ઞા આપ” એમ કહીને પૂર્વ દિશામાં જાય છે. ત્યાં જઈને જે કાંઈ કંદ, મૂલ આદિ હતાં તે
શ્રી નિરયાવલિકા સૂત્ર