Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બેલતાં તથા સ્તનમૂલ અને કાંખના વચલા ભાગમાં અભિસરણ કરવાવાલાં સંતાન તે માતાઓનાં સ્તનને દૂધથી પરિપૂર્ણ કરે છે. અર્થાત સંતાનના સ્નેહથી માતાના સ્તનમાં દૂધ ભરાઈ જાય છે. પછી તે સંતાન કમળ કમળના જેવા હાથ વડે ખોળામાં બેસાડવામાં આવે ત્યારે ઉંચા સ્વરથી બેલીને કાનેને સારું લાગે એવા મધુર શબ્દને સંભળાવીને માતાઓને પ્રસન્ન કરે છે.
હું ભાગ્યહીન છું–પુણ્યહીન છું-અને મેં પૂર્વજન્મમાં કદી પુણ્યનું ઉપાર્જન નથી કર્યું તેથી સંતાન સંબંધી આ સુખમાંનું એક પણ સુખ મેળવી શકી નથી. કેમકે મને એક પણ સંતાન થયું નથી આ પ્રકારે સોચ વિચાર કરતી તે અત્યંત દીન તથા મલીન થઈ નીચે મુખ કરી આર્તધ્યાન કરવા લાગી.
તે કાલ તે સમયે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ તથા આદાન ભાંડ અને અમત્રની નિક્ષેપણની સમિતિ તથા ઉચ્ચારણ, પ્રસવણ, શ્લેષ્મ સિંઘાણ પરિઝાપન સમિતિ આ બધી સમિતિઓથી તથા મને ગુપ્તિ, વરાપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણ ગુઝિઓથી યુક્ત, ઈન્દિને દમન કરવાવાળી, ગુસ બ્રહ્મચારિણી, બહુશ્રુતા=બહુશાસ્ત્રને જાણવાવાળી અને બહુ પરિવારથી યુક્ત, સુવ્રતા નામની આર્મીઓ, તીર્થંકર પરંપરાથી વિચરતી એક ગામથી બીજે ગામ વિહાર કરતી કરતી વારાણસી નગરીમાં આવી. અહીં આવીને કલ્યાનુસાર અવગ્રહ= આજ્ઞા લઈને ઉપાશ્રયમાં ઉતરી અને સંયમ તથા તપદ્વારા પિતાના આત્માને ભાવિત કરતી કરતી વિચરવા લાગી.
ત્યાર પછી તે સુત્રતા આર્થીઓને એક સંઘાડે વારાણસી નગરીના ઉચ નીચ અને મધ્યમ કુલમાં ગૃહસમુદાની ભિક્ષા (અનેક ઘરમાંથી લેવાની ભિક્ષા)ને માટે ફરતા ફરતા ભદ્રસાર્થવાહના ઘરમાં આવ્યું. ત્યાર પછી સુભદ્રા સાર્થવાહીએ તે આર્થીઓને આવતી જોઈ અને તેમને જોઈને તે સાર્થવાહીનું હૃદય હુણ અને તુષ્ટ થઈ ગયું અને તેમનું સ્વાગત વિનય કરવા માટે સુરત પિતાને આસનેથી ઊઠી. ઊઠીને સાત આઠ પગલાં સામે ગઈ. અને તેમને વંદન નમસ્કાર કર્યો. ત્યાર પછી વિપુલ અશન (ખાન) પાન ખાદ્ય સ્વાદના પ્રતિલાભ કરાવી આ પ્રકારે બોલી.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૭