Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હૈ દેવાનુપ્રિયે ! હું ભદ્ર સાવાહની સાથે અનેક પ્રકારના વિપુલ ભાગ ભાગવતી વિચરૂં છું. પરંતુ આજપર્યં ́ત મને એક પણ સંતાન થયું નથી. તે માતાઓને ધન્ય છે તે પુણ્યશીલા છે તેમણે પૂર્વજન્મમાં પુણ્ય ઉપાર્જન કર્યું છે અને તે માતાઓએ જ પેાતાના મનુષ્યજન્મ અને જીવનનું ફળ સારી રીતે મેળવ્યું છે કે જે માતાઓનાં પેાતાનાં ઉદરથી ઉત્પન્ન, સ્તનના દૂધ માટે લાલી, કાનાને લલચાવનારી વાણી ખેલતાં, માંમાં એવા હૃદયસ્પશી શબ્દને આલવાવાળાં તથા સ્તનમૂલ અને કૂખની વચલા ભાગમાં અભિસરણ કરવાવાળાં સંતાન, તે માતાના સ્તનાને દૂધથી પરિપૂર્ણ કરે છે વળી તે કામલ કમલ જેવા હાથા વડે ખેાળામાં બેસાડતાં ઉંચા સ્વરથી ખેાલી કાનાને સારૂ લાગે તેવા મધુર શબ્દો બાલીને માતાઓને પ્રસન્ન કરે છે. હું ભાગ્યહીન છું, પુણ્યહીન છું. મેં કદી પુણ્યનું આચરણ કર્યું નથી. તેથી આવા પ્રકારનાં સુખામાંથી હું એક પણ સુખને મેળવી શકી નહિ કેમકે મને એક પણ સંતાન થયું નથી.
હૈ દેવાનુપ્રિયાં ! આપ લેાક ખહુ જ્ઞાનવાળાં છે. ઘણીએ વાતાને જાણા છે. અને ઘણાં ગામ નગર યાવત્ સન્નિવેશામાં વિચરો છે. ઘણા ઘણા રાજા, ઈશ્વર, તલવર આદિથી માંડીને સાવાહાના ઘરોમાં ભિક્ષા આપને જાવાનું પણ થાય છે. તે શુ કયાંય કાઈ વિદ્યાપ્રયાગ અથવા મંત્રપ્રયાગ, વમન અથવા વિરેચન, બસ્તિકર્મ કે ઔષધ અથવા ભૈષજ્ય તમને મળ્યું છે ? જેથી મને પુત્ર કે પુત્રી થઇ શકે ? (૨). ( તળું તારો ? ઇત્યાદિ.
ત્યાર ખાદ તે સાધ્વી (આર્યા) તે સુભદ્રા સાÖવાહીને આ પ્રકારે ખેલી:
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૮