Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આજ સુધી મને એક પણ સંતાન નથી થયું માટે હું ચાહું છું કે તમારી આજ્ઞા લઈ સુવતા આર્થીઓની પાસે દીક્ષા લઈને પ્રજિત થઈ જાઉં. ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહેવા લાગે –
હે દેવાનુપ્રિયે ! તમે હમણાં દીક્ષા ન લે. તમે હમણાં સંસારમાં જ રહે. વિપુલભોગ ભેળવી લીધા પછી સુવતા આર્યાઓની પાસે દીક્ષા લઈને પ્રગજિત થજે. ભદ્ર સાર્થવાહે આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાસાર્થવાહીએ ભદ્રનાં વચન માન્યાં નહિ તેમ તેના વચનો ઉપર વિચાર પણ ન કર્યો બીજીવાર ત્રીજીવાર પણ સુભદ્રાસાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! તમારી આજ્ઞા લઈને પ્રત્રજ્યા લેવાની ઈચ્છા હું કરું છું.
ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ ઘણા પ્રકારે આખ્યાપના= ઘરમાં રહેવું એજ શ્રેયસ્કર છે એ પ્રકારે તેની પરીક્ષાને માટે જે સામાન્ય કથન કે તેના જેવી આખ્યાપનાએથી, તથા પ્રજ્ઞાપના="તમે પ્રવજિત ન થાઓ સંયમનું આચરણ મુશ્કેલ છે આ પ્રકારનું વિશેષરૂપે કથન-તેવી કથનસ્વરૂપ પ્રજ્ઞાપનાઓથી, તથા સંજ્ઞાપના=ભેગે ભોગવી લીધા પછી જ સંયમનું આરાધન સુકર (સહજ) છે” એ પ્રકારે સમજાવવારૂપી સંજ્ઞાપનાથી, તથા વિજ્ઞાપના=સંયમગ્રહણ કરતાં તેના અંત:કરણની દૃઢતાની પરીક્ષાને માટે યુક્તિપ્રતિપાદનરૂપ વિજ્ઞાપનાથી આખ્યા સમજાવવામાં સમર્થ ન થઈ શક્યો ત્યારે તેણે અનિચ્છાપૂર્વક સુભદ્રાને દીક્ષા લેવાની આજ્ઞા આપી. (૩) તi સે મરે” ઇત્યાદિ. ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ વિપુલ અશનપાન ખાદ્ય સ્વાદ્ય તૈયાર કરાવ્યું,
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૧૦