Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બહુપુત્રિકાદેવીકા વર્ણન
ચેાથું અધ્યયન.
નળ મંતૅ ઇત્યાદિ.
જમ્મૂ સ્વામી પૂછે છે:
હે ભદન્ત ! જો પુષ્પિતાના તૃતીય અધ્યયનમાં ભગવાને પૂર્વોક્ત ભાવનું વર્ણન ક્યું છે તેા પછી તેના પછી ચાથા અધ્યયનના ભાવને તેમણે કયા પ્રકારે નિરૂપણ કર્યો છે ?
સુધાં સ્વામી કહે છે:
હે જમ્મૂ ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં શુશિલક ચૈત્ય હતા. તે નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ તેમનાં દર્શન માટે નીકળી. તે કાલ તે સમયે ખડુપુત્રિકાદેવી સૌધર્મ કલ્પના મહુપુત્રિક વિમાનમાં સુધર્માંસલાની અંદર બહુ પુત્રિક સિંહાસન પર ચાર હજાર સામાનિક દેવીએ તથા ચાર મહત્તરિકાએ=સમાન વૈભવવાળી કુમારિઓથી, જેનું વચન ઉલઘન ન કરી શકાય એવી પ્રધાનતમ, ચારે દિશા કુમારીઓ સહિત સૂર્યોભદેવ સમાન ગીત વાત્રિ આદિ નાના વિધ દિવ્ય ભાગાને ભાગવતી વિચરણ કરતી હતી અને તે આ સપૂર્ણ જમ્મૂઢીપને વિશાલ અવધિ જ્ઞાન વડે ઉપયોગપૂર્વ ક જોતી જોતી રાજગૃહમાં પધારેલ ભગવાન મહાવીર સ્વામીને જુએ છે, તેમને જોઈને સૂર્ય દેવની પેઠે ચાવત્ નમસ્કાર કરીને પેાતાના શ્રેષ સિહાસન ઉપ૨ પૂર્વ દિશાની તરફ્ માઢુ રાખીને બેઠી. સૂર્યોભદેવની પેઠે જ આભિયાગિક ( ભૃત્ય ) દેવને ખેલાવીને તેણે સુસ્વરા ઘંટા વગાડવાની આજ્ઞા
આપી. પછી સુસ્વરા ઘંટા વગડાવીને ભગવાન મહાવીરનાં દર્શન કરવાને જવા માટે સર્વે દેવતાઓને સૂચના આપી. તેનું યાન વિમાન હજાર ચેાજનના વિસ્તારવાળું હતું. સાડા ખાસઢ ચેાજન ઊંચું હતું તેમાં ચડાવેલા મહેન્દ્ર ધ્વજ પચીસ યેાજન ઊંચા હતા. છેવટે તે બહુપુત્રિકાદેવી યાવત્ ઉત્તર દિશાનાં માર્ગથી સૂર્યાભદેવની પેઠે હજાર યેાજનનું વૈયિક શરીર બનાવીને ઉતરી પછી ભગવાનની પાસે આવી અને ધર્મકથા સાંભળી, ત્યાર પછી તે બહુપુત્રિકાદેવી પાતાની જમણી ભુજા ( હાથ ) ને ફેલાવે છે અને તેમાંથી એકસે આઠ દેવકુમારને કાઢે છે પછી ડાખી ભુજાને ફેલાવે છે તેમાંથી એકસે આઠ દેવકુમારિને કાઢે છે પછી ઘણા
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૪