Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાંધવામાં, લજાને કારણે ગુપ્ત રાખવામાં આવતા વિષયોમાં, એકાંતમાં કરવામાં આવતા કાર્યોમાં, પૂર્ણ નિશ્ચયમાં, વ્યવહારને માટે પૂછવાયેગ્ય કાર્યોમાં, અથવા બાંધો તરફથી કરવામાં આવતા લોકાચારથી વિપરીત કાર્યોનાં પ્રાયશ્ચિત્ત (દડે) માં અર્થાત્ એવાં બધાં પ્રકરણોમાં એકવાર તથા વારંવાર પૂછવામાં આવતું હતું– એ બધી વાતમાં રાજા વગેરે મોટા મોટા માણસો પણ અંગતિની સંમતિ લેતા હતા.
એ બધાં વિશેષણો વડે સૂત્રકારે એમ પ્રકટ કર્યું છે કે અંગતિ ગાથા પતિને બધાં લોકો માનતા હતા, તે અત્યંત વિશ્વાસપાત્ર હતા, વિશાળ બુદ્ધિથી યુકત હતે અને બધાને વાજબીજ સલાહ-સંમતિ આપતો હતો.
ધાન્ય, જવ, ઘઉં વગેરેને કણસલામાંથી છૂટાં કરવાને એક ખાડા બેદી તેમાં એક લાકડાને ખભે ખેડવામાં આવે છે અને પછી તેની ચારે બાજુએ એક સાથે કણસલાંને કચરવા માટે બળદ વગેરે ફર્યા કરે છે, એ ખાંભાને મેધિ કહે છે. બળદ વગેરે એ વખતે એ ખાંભાને આધારેજ ફર્યા કરે છે. જે એ ખાંભે ન હોય તો એક બળદ એક બાજુએ ચાલ્યો જાય અને બીજો બીજી બાજુએ ફરે, એ રીતે વ્યવસ્થા ભંગ થઈ જાય. ગાથાપતિ અંગતિ પોતાના કુટુંબની મેધિ-મધ્યસ્થ સ્તંભ જે હતો; અર્થાત કુટુમ્બ એને આધારે હતું, તેજ કુટુઅને વ્યવસ્થાપક હતે. મૂળ પાઠમાં વિ' (ગ) શબ્દ છે, તેનું તાત્પર્ય એ છે કે તે કેવળ કુટુમ્બના જ આધાર રૂપ નહતો, પરંતુ બધા લેકોના પણ આશ્રય રૂપ હતો, કે જેમ ઉપર દર્શાવવામાં આવેલ છે આગળ પણ જ્યાં જ્યાં “જિ (fપણ) આવ્યું છે, ત્યાં ત્યાં બધે એજ તાત્પર્ય સમજવાનું છે.
અંગતિ ગાથાપતિ પિતાના કુટુમ્બના પણ પ્રમાણ રૂપ હતો, અર્થાત્ જેમ પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણ, સંદેહ આદિને દૂર કરીને હેય (ત્યજવા ગ્ય) પદાર્થોથી નિવૃત્તિ અને ઉપાદેય (ગ્રહણ કરવા યેગ્ય) પદાર્થોમાં પ્રવૃત્તિ કરાવતા તે, પદાર્થોને દર્શાવે છે, તેમ અંગતિ પણ પિતાના કુટુંમ્બિને બતાવતો હતો કે -અમુક કાર્ય કરવું ગ્ય છે, અમુક કાર્ય કરવું યોગ્ય નથી, અમુક પદાર્થ ગ્રાદર છે, અમુક પદાર્થ અગ્રાહ્ય છે, ઇત્યાદિ.
શ્રી નિરયાવલિકા સૂત્ર