Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહીં “ઘ' ને અર્થ છે સંયમ માર્ગમાં પ્રવૃત્તિ.
સાપનીર' નો અર્થ છે મોક્ષમાર્ગમાં જાવાવાળાઓના પ્રયજક ઈન્દ્રિય અને મનને વશ કરવારૂપ ધર્મ.
રિણા' નો અર્થ છે સમાન અવસ્થાવાળા અને સરસો.
માર' ને અર્થ છે માસ=કાલવિશેષ, માસ=અડદ, માસ=પ્રાચીન રીત પ્રમાણે પાંચ રતી-ચણોઠીવાલાં માનવિશેષ
ra માન' આને એ મતલબ છે કે જે ભગવાન પાર્શ્વનાથ આત્માની એકતા માની લેશે તે હું શ્રોત્ર આદિનું જ્ઞાન તથા અવયથી આત્માની અનેકતા સિદ્ધ કરીશ.
“કૌ અવત' આથી જે આત્મા બે માનશે તે હું તેનું પણ ખંડન કરીશ. કેમકે જે એક છે તે કદી પણ બે થઈ જ ન શકે
ઇત્યાદિ મિલ બ્રાહ્મણના પ્રશ્ન સાંભળી તેના જવાબે ભગવાને સર્વે દેથી રહિત સ્યાદવાદમતનું આશ્રયણ કરીને આપ્યા.
આનું વિસ્તારપૂર્વકનું વર્ણન ભગવતી સૂત્રના અઢારમા શતકના દશમાં ઉદ્દેશમાં જોઈ લેવું જોઈએ.
આ પ્રકારે છલપૂર્વક પ્રશ્ન કર્યા પછી તે ઉચિત ઉત્તર પામી બેધયુકત થઈ. શ્રાવક ધર્મને સ્વીકારીને ભગવાન પાર્શ્વનાથ પ્રભુની પાસેથી પિતાને સ્થાને ગયે.
એક વખત ભગવાન પાર્શ્વપ્રભુ અર્હત્ વારાણસી નગરીના આશ્રશાલ વન નામે ચૈત્યમાંથી નીકળીને દેશમાં વિહાર કરવા લાગ્યા.
ત્યાર પછી તે સમિલ બ્રાહ્મણ એક વખત અસાધુઓનાં દર્શનથી તથા સુસાધુઓની પર્ય પાસના ન કરવાથી અને મિથ્યાત્વ પર્યાયના વધવાથી તથા સમ્યકૃત્વ પર્યાયના ઘટવાથી મિથ્યાત્વી થઈ ગયે.
એક વખત મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં કરતાં તે સોમિલ બ્રાહ્મણના હદયમાં આવા પ્રકારના આધ્યાત્મિક એટલે મનમાં સંકલ્પ ઉત્પન્ન થયા કે-હું વારાણસી નગરીમાં રહેવાવાળો બહુ ઊંચા કુળમાં પેદા થયેલે બ્રાહણ છું, મેં વત ગ્રહણ કર્યા છે, વેદ ભણેલો છું, લગ્ન કરી પુત્રવાન બન્ય, સમૃદ્ધિ એકઠી કરી, પશુવધ કર્યા, યજ્ઞ કર્યા, દક્ષિણ આપી, અતિથીની પૂજા કરી, અગ્નિમાં હવન કર્યા, યૂપીય કાને છેડયું, આ બધાં કાર્યો કર્યા.
શ્રી નિરયાવલિકા સૂત્ર