Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે યુદ્ધના નિશ્ચય થયા પછી કૂણિકની સાથે કાલકુમાર આદિ દશયે ઓરમાન નાનાભાઇ ચેટક રાજા સાથે લડવા માટે આવ્યા. એ દશેયમાં દરેકની સાથે ત્રણ ત્રણ હજાર હાથી ઘેાડા તથા રથ હતા અને ત્રણ ત્રણ કાઠ સૈનિક હતા. કૃણિક રાજાની પાસે પણ એવડી સેના હતી.
ચેટક (ચેડા) મહારાજે પણ આ પ્રકારના લડાઈના પ્રસંગ સમજીને અઢાર દેશના ગણરાજાઓનું સંગઠન કર્યું. કાલ આદિ કુમારની દરેકની પાસે જેટલી સેનાએ હતી તેટલીજ ચેટક આદિ પ્રત્યેક રાજાની પાસે હતી. ત્યાર પછી ખન્નેનું યુદ્ધ થયું. ચેટક (ચેડા) મહારાજ તેા યુદ્ધકાલમાં વ્રતધારી હતા. એથી યુદ્ધમાં એક દિવસમાં એકજ અમેાધ ખાણ છેાડતા હતા. આ તરફ કૂણિકના સૈન્યમાં ગરૂડવ્યૂહ હતા તથા ચેટક ( ચેડા )ના સૈન્યમાં સાગર–ગૃહ હતા. ત્યાર પછી પહેલે દિવસ કૂણિક રાજાના નાનાભાઇ કાલકુમાર પેાતાની સેના સહિત સેનાપતિ બનીને પેાતે ચેટક ( ચેડા ) મહારાજની સાથે લડતાં લડતાં તેના અમેઘ ખાણથી માર્યા ગયા, અને કૃણિકની સેનાના નાશ થઈ ગયા.
"
બીજે દિવસે સેના સાથે સુકાલકુમાર યુદ્ધમાં ચેટકના ખાણુથી માર્યા ગયા. આવી રીતે ત્રીજે દિવસે મહાકાલ કુમાર, ચેાથે દિવસે કૃષ્ણકુમાર, પાંચમે દિવસે સુકૃષ્ણ કુમાર, છ દિવસે મહાકૃષ્ણ કુમાર, સાતમે દિવસે વીરકૃષ્ણ કુમાર, આઠમે દિવસે રામકૃષ્ણકુમાર, નવમે દિવસે પિતૃસેનકૃષ્ણકુમાર, તથા દશમે દિવસે પિતૃમહાસેનકૃષ્ણકુમાર, ચેટકના એક-એક ખાણથી માર્યા ગયા. દશેય કુમારોના માર્યા ગયાથી ચેટકને જીતું' એવા ભાવથી કૂણિક રાજાએ દેવતાનું આરાધન કરવા માટે અમ (૩ ઉપવાસ) કર્યો તેથી શકેદ્ર તથા ચમરેન્દ્ર પ્રસન્ન થયા તથા કૃણિકની પાસે આવ્યા. તેમાંથી શખેલ્યા.હું કૂણિક ! ચેટક ( ચેડા ) રાજા વ્રતધારી શ્રાવક્ર છે તેથી અમે તેને નહિ મારી શકીએ, પણ તારી રક્ષા કરી શકીએ. શકેંદ્રના મુખથી નિકળેલાં આ વચના સાંભળીને કેાણિકે · તથાસ્તુ ’ કહ્યું. કાણિકના ‘તથાસ્તુ’ કહેવાથી એટલે સ્વીકાર કરી લીધા પછી શકેન્દ્રે કાણિકની રક્ષાને માટે વજ્રના જેવું અભેદ્ય કવચ વૈક્રિય ક્રિયાથી મનાવ્યું.
"
શ્રી નિરયાવલિકા સૂત્ર
૩૩