Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તાપસ પિતાના આશ્રમમાં આવી વીતરાગના વચનરૂપી અમૃતપાન વગરને ફોધરૂપી અગ્નિથી બળતો બળતો શુદ્ધ ધર્મની શ્રદ્ધાથી રહિત હોવાના કારણે
શ્રેણિક રાજાનો દ્વેષ કરતો આર્ત–રોદ્ર–ધ્યાનપૂર્વક આ પ્રકારે પિતાના મનમાં વિચારવા લાગ્યા.
જે તિલતુષ (તલનાં ફોતરાં) ની બરાબર પણ મારી તપશ્ચર્યાનું ફળ હોય તો હું ઈચ્છું કે “હું આ રાજા શ્રેણિકને જન્માંતરમાં દુઃખદાયી થાઉ” આમ વિચાર કરી જન્માંતરમાં દુઃખ દેવાવાળ થવા નિદાન (નિયાણું) કર્યું.
ત્યાર પછી રાજા તાપસની પાસે આવ્યા તાપસે રાજાને કહ્યું- હે રાજન! તું મને વારે વારે નિમંત્રણ દઈને ભૂલી જાય છે આજ મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે-“જ્યાં સુધી જીવું ત્યાં સુધી ચારે પ્રકારના આ હારનો ત્યાગ કરી પરભવમાં તમને દુઃખદ થી થાઉં.'
રાજાએ તાપસને બહુ પ્રાર્થના કરી પણ તેનો કેપ શાંત થયો નહિ રાજા હારી જઈને તાપસના આશ્રમેથી પિતાની રાજધાનીમાં આવીને રાજકાર્યમાં કામે લાગી ગયે. તે તાપસ કાલાંતરે મરી ગયા પછી તેની રાણી ચિલ્લાના ગર્ભમાં આવ્યો, તથા તેને પુત્ર થઈને જ અને “કૃણિક કુમાર” ના નામથી પ્રસિદ્ધ થયે. નિદાન (નિયાણા ) ના પ્રભાવથી તે શ્રેણિકનો ઘાતક થયે.
આ કુગુરૂસેવાનું ફલ છે. આથી કુગુરૂને છોડીને સશુરૂની સેવા કરવી જોઈએ. કુગુરૂની સેવાથી નથી મેક્ષમાર્ગનું જ્ઞાન થતું કે નથી ભવભ્રમણ પણ મટતું. કુગુરૂની સારી રીતે સેવા કરીયે તે પણ આત્મકલ્યાણ થઈ શકતું નથી. કહ્યું પણ છે કે – नाऽऽनं सुषिक्तोऽपि ददाति निम्बकः,
gષ્ટા સૈ વૈષ્ણવી ઘયો ન ર | दुःस्थो नृपो नैव मुसेवितः श्रियं,
ધર્મ શિર્વ વા પુર્વ સંચિત છે ? અર્થાત–લીંબડાને ગમે તેટલું પાણી પાઓ તે પણ તેમાં આંબાનું ફૂલ ન આવી શકે. સારામાં સારી વસ્તુ ખવરાવવાથી પણ વધ્યા ગાય દૂધ ન આપી શકે. દરિદ્ર રાજાની ગમે તેટલી પણ સેવા કરવામાં આવે તો પણ તે ધન ન આપી શકે એવીજ રીતે કુત્સિત (અયોગ્ય) ગુરૂની સેવાથી નથી તે કૂતચારિત્રલક્ષણ ધર્મની પ્રાપ્તિ થાતી કે નથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી.
કણિક, શ્રેણિકનો ઘાતક કેમ થયે? તેનું વિવરણ ઉપર કહ્યા પ્રમાણે છે. (સૂ૦૩૯)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫૯