Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘તળ તોસે’ ઇત્યાદિ. પછી રાણી ચેલનાને ત્રણ મહિના પુરા થતાં એવા ડાહલેા (તીવ્ર ઇચ્છા) થયા કે ધન્ય તે માતાઓને તેમના જન્મ તથા જીવતર સફલ છે કે જે પેાતાના પતિના ઉત્તરવલિ (કલેજા)ના માંસને શૂળ ઉપર સેકીને તથા તેલમાં તળીને કે અગ્નિમાં સેકીને દારૂની સાથે તેના સ્વાદ લેતી અને અરસપરસ દેતાં પેાતાના એ દોહદને પરિપૂર્ણ કરે છે. જો હુંપણ મારા પતિ શ્રેણિક રાજાના પકાયેલાં તળેલાં અને સેકેલાં કલેજાનાં માંસથી મારા દ્વાદ પૂરા કરૂં તે ધન્ય ખનું પણુ તેમ કરવામાં હું અસમર્થ છું. (૨૫)
‘તન પા’ ઈત્યાદિ.
ત્યાર પછી તે ચેલના રાણી પાતાને દોહદ (ઇચ્છા ) પુરી ન થવાથી લાહો સૂકાઈ જવાથી શુષ્ક થઈ ગઈ. અરૂચિથી આહાર આદિ ન કરવાથી ભૂખી રહેવા માંડી. શરીરમાં માંસ ન રહેવાથી શરીરે દુખળી થઈ ગઈ. મનમાં ઘા લાગવાથી રોગીસમાન થઈ ગઈ. શરીરની ક્રાંતિ આછી થતાં તેજરહિત થઈ ગઈ. તેનું મન દીન સમાન ઉત્સાહરહિત તથા મા` નિસ્તેજ થઈ ગયું. આમ રાણીના ચહેરો ફીકો પડી ગયો. આથી નેત્ર તથા મુખ નીચે ઝુકાવીને બેઠી થતી યથાયોગ્ય પુષ્પ-વસ્ત્રાદિ અલંકારો ધારણ કરતી નહોતી. તે હાથના મનથી કરમાયેલી કમલની માળા જેવી કાંતિ વગરની દુ:ખિત મન વાળી ક બ્ય અક બ્ય વિવેકથી રહિત ખની જઈને સઘળો વખત આ ધ્યાનમાં વીતાવતી હતી. (૨૬)
'avui atà' cuile.
ત્યાર પછી ચેલના રાણીની સેવા કરવાવાળી દાસીએ પેાતાની રાણીની એવી અવસ્થા જોઇને શ્રેણિક રાજાની પાસે જઈ હાથ જોડી શ્રેણિકરાજાને કહેવા લાગી–ડે સ્વામિન્ ! ખબર નથી કે ચેલના રાણી શું કારણથી દુઃખિત થઇને આ ધ્યાન કરે છે. (૨૭)
સુકાઈ ગઈ છે તથા
શ્રી નિરયાવલિકા સૂત્ર
૪૪