Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમ્યકત્વ પ્રશંસા
આ બેઉ રત્ન એવાં કિમતી હતાં કે જે રાજાનું આખું રાજ્ય પણ દઇ દેવાય તા પણ તેની કિંમત ન થઈ શકે, હારની ઉત્પત્તિ વિષે આગળ કહેવામાં આવશે તથા કૂણિકની ઉત્પત્તિ શાસ્ત્રકાર પાતે વિસ્તારથી કહેશે. કાલ કુમાર આદિ કુમારોના આરંભ તથા સ ંગ્રામથી નરકયેાગ્ય કર્મીના ઉપચયના કારણે તેમની નરકપ્રાપ્તિનું તથા મરણુનું વર્ણન આ શાસ્ત્રમાં કરવામાં આવશે.
કૂણિક રાજા ચપા નગરીમાં નિષ્કંટક રાજ્ય કરતા હતા. તે કૂણિક રાજાને માતા ચેલનાથી જન્મેલા વેલ્ય તથા વૈહાયસ નામે એ ભાઈ હતા.
એક સમય સૌધર્મ દેવ લાકમાં સ`પૂર્ણ ઋદ્ધિવાળા દેવવું ઢથી વંદિત ચરણુવાલા ઉત્સાહી શક્રેન્દ્રે સુધર્મા સલાની અંદર આ પ્રકારે સમ્યક્ત્વની પ્રશંસા કરી જેમ કહ્યું છે કેઃ—
"अतोमुहुत्तमित्तं वि फासियं तेर्सि अब पुग्गल परियो चेव
સેવ
हुज्ज जेहिं समत्तं ।
संसारो ॥ १ ॥"
॥ ?
જે ભવ્ય પ્રાણી અન્તર્મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વના સ્પર્શ કરી લે છે તે દેશત: (થાડુ) ન્યૂન (એછા) અર્ધ પુદ્ગલપરાવર્તનથી અવશ્ય મેાક્ષ પામે છે. અર્ધ પુગલપરાવર્તનનું અનુત્તરાપપાતિક સૂત્રની અધિની ટીકાથી સમજી લેવું જોઇએ.
સ્વરૂપ
શ્રી નિરયાવલિકા સૂત્ર
સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી શમ સવેગ આદિ ગુણ માત્મામાં સહજ ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વના સદ્ભાવમાં ગુણાના વિકાસને કાઈ રાકી શકતું નથી.
૨૩