Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાન નિર્મલ સંપૂર્ણ રમણીય મુખવાળી હતી. “કુંવૃધ્રુિચિસ્ટે'—જેને ઘસારે લાગવાથી ગાલ પર રહેલી કસ્તૂરી આદિ સુગંધી દ્રવ્યની રેખા જતી રહી છે એવાં વિશાલ કંડલને ધારણ કરવા વાળી હતી. સારાવાલા” શ્રુગાર રસનું ઘર તથા સુંદર વેષ વાળી હતી. ' પતિવ્રત્ય આદિ ગુણેથી રાજા શ્રેણિકની માનીતી હતી. બાત' રાજાના મનમાં આનંદ ઉત્પન્ન કરનારી હતી તેથી કાન્તા એટલે કમનીય હતી. રાજાને પ્રેમ ઉત્પન્ન કરવાને કારણે “રિયા' હતી. રાજાનું મન પ્રસન્ન કરવાવાળી હવાથી “મનોજ્ઞા હતી. તથા પ્રશસ્ત નામવાળી હતી અથવા તેનું નામ હૃદયમાં ઘારણ કરવા યોગ્ય હતું. શીલ આદિ ગુણે વડે વિશ્વાસપાત્ર હતી. પતિના મનને અનુકૂળ કાર્ય કરવાથી સન્માનયોગ્ય હતી. સકલ કુટુંબનું હિત કરવાથી “હુમતા' હતી. બધાં કાર્ય પતિની સંમતિથી કરવાને કારણે “અનુમા” હતી. ભૂષણકરંડક (ઘરેણાંના કર ડીયા-ડાબલા)ની પેઠે સુરક્ષિત હતી. કેઈ દેશમાં માટીનું તેલ પાત્ર એવું સુંદર હોય છે કે જેને દૃષ્ટિ દેષથી બચાવવા માટે ગુપ્ત રાખે છે તેની પેઠે આ પણ સુગાપિત હતી. કિંમતી વસ્ત્રવાળી પેટીની પેઠે સર્વથા રાજાથી સુપરિગ્રહતા હતી. એવા વિશિષ્ટ ગુણવાળી કાલી મહારાણું શ્રેણિક રાજાની સાથે અનેક પ્રકારના શબ્દાદિ વિષયને અનુભવ કરતી રહેતી હતી. મેં ૧૧ છે
“તા” ઈત્યાદિ. તે કાલી મહારાણીને કેમળ હાથ પગ વાળે, તથા સુંદર રૂ૫ વાળ કાલ નામને કુંવર હતો તે “કાલીકુમાર' ના નામથી પ્રસિદ્ધ છે. જે મનને પ્રસન્ન કરવાવાળ, નજરે જોનારાનાં નેત્રને આનંદ આપવા વાળો, સુંદર આકૃતિ વાળે તથા અતિશય રૂપ લાવણ્યને ધારણ કરવા વાળો હતો.
અહીં પ્રસંગવશ રાજા શ્રેણિક, કુણિક તથા કાલ કુમારને સંક્ષપ્તિ વર્ણન કરે છે –
ત્યાં પુત્રની પેઠે પ્રજાનું પાલન કરવા વાળા શ્રેણિક રાજાના રાજ્યમાં બે રત્ન હતાં (૧) પ્રથમ દેવે આપેલ હાર (૨) બીજું સેચનક હાથી હતે.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૨ ૨