Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 14
________________ એ કાવ્યની પંકિત પ્રમાણે પિતાના જીવનની પળને ઉપયોગ કરવા વિચારી લીધુ જે છોડવા ઉપર સૂર્યના કિરણે પડતા નથી તેની વૃદ્ધિ થતી નથી તે પ્રમાણે જે ધર્મના સમાજ ઉપર જ્ઞાન રૂપ સૂર્યના કિરણ પડતા નથી તે સમાજને વિકાસ થતું નથી. ધર્મભાવના પિતાના સંસર્ગમાં આવનારમાં અને સમાજમાં વ્યાપક બને તે ભવ્ય ભાવનાથી વિચાર્યું કે પાલનપુરમાં જે શ્રાવકાશાળા સ્થપાય તે અનેક બહેને ધાર્મિક અભ્યાસને લાભ લઈ શકે. પિતાના જીવનને જૈન સંસ્કારથી ઓતપ્રેત બનાવી આત્મકલ્યાણ સાધી શકે. "ા વિવા ના વિમુક્ષરે સાચી વિદ્યા તેજ કે જે મુક્તિ અપાવે. અને એવી વિદ્યા માટે મળેલ ધન વપરાય તે જ તે ધનની સાર્થકતા એમ નિર્ણય કર્યો. જે ભણતરથી ધર્મ રૂએ નહીં તે ભણતરથી વળશે શું? પર ઉપકારે કામ ન આવે એવા ધનથી મળશે શું?” એ હેતુથી તેમણે પાલનપુરમાં પોતાના તરફથી સારી રકમ સર્વ પ્રથમ આપીને અને પછી સમાજમાંથી પણ કેટલીક રકમ મેળવીને જૈન શ્રાવિકા શાળાની સ્થાપના કરી. પાયાની ઈટ બન્યા. સ્ત્રી શક્તિને સમાજને પરિચય અ. અને શ્રાવિકાશાળામાં સકિય કાર્ય કરવા લાગ્યા. કેટલાક માણસે આરંભે શૂરા હૈયે પણ શ્રી. ભુરીબેનના જીવનમાં તેમ ન હતું. આરંભેલ કાર્ય અત્યાર સુધી તન, મન, ધનની સેવા આપી ચલાવી રહ્યા છે. આ શ્રાવિકાશાળા આજે સંસ્કારના ઉપવન સમી ભાસે છે. અનેક બેને તેમાંથી જ્ઞાનામૃતનું પાન કરી જીવનમાં અપૂર્વ આનંદ મેળવી રહી છે. ભીતરને સાદ કર્તવ્યની યાદ અપાવતેજ રહે છે. તેમ ભુરીબેન આટલેથી ન અટક્યા. આ ઉપરાંત આયંબીલ શાળામાં તેમણે સારી રકમ આપી છે, આ સંસ્થામાં તેમજ ઉપાશ્રયમાં સંતસતીજીની સેવામાં અન્ય બેનના સહકાર સાથે નિરંતર સુંદર ફાળે આપી રહ્યા છે. - થાકયાને વિસામે, અંધજનની આંખ, ભાંગ્યાના ભેરૂ સમા શ્રી. સુરીબેન આજે પાલનપુર માટે છે. તટસ્થતા, નિષ્પક્ષતા, ગંભીરવાણી, હદયની ઉદારતા આ બધા તેમના ગુણે દરેકને તેમની પ્રત્યે ખેંચે છે. તેમની રાજભાવના ઉત્તર વિકસે, દીર્ધાયુથી બને અને સમાજને તેમના તરફથી પ્રશંશનીય લાભ મળતું રહે એ જ મનીષા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 1029