Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શરીર' છે. બન્ને પુલ પરમાણુઓની રચના છે છતાં આત્મા તેને પોતાનું સ્વરૂપ માની લે છે તેથી કાર્યવાહી આગળ ચાલે છે. પુદ્ગલ જડ છે, અજીવ છે. આત્માનું આવરણ થતું હોવાથી જડ સજીવ જેવો ભાસે છે. સ્વયં આત્મા નિજમાં રહીને કાર્ય કરતો હોવા છતાં સ્વ પરમાં ક્રિયા કરતો ભાસે છે. અંતે આત્મા પુલ પરમાણુની વૃદ્ધિ કરતો કરતો, જોડાયેલા બે મિત્રને સાથે રાખતો, નવા નવા વેશ ધારણ કરે. ક્યારેક ઔદારિક શરીર અને ક્યારેક વૈક્રિય શરીર ધારણ કરે છે તથા જુદા-જુદા સ્થાને ગમન કરવાના સ્વભાવવાળાનું સાધન બનાવી ચાર ગતિ, ચોવીસદંડક,૮૪ લાખ જીવા યોનિમાં પરિભ્રમણ કરે છે. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી પરનું સ્વરૂપ પોતાનું માની બેઠો તેનું નામ 'મિથ્યાત્વ' કહેવાય છે. આવા મિથ્યાત્વાદિ પાંચ કર્મ બાંધવાના કારણો છે. અનાદિકાળથી આ રીતે જીવો કાયા દ્વારા કર્મ બાંધે છે. કર્મ બાંધવાના પાપસ્થાન અઢાર છે. જીવે કાયા દ્વારા પ્રાણાતિપાત, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, રતિ-અરતિ, મિથ્યાદર્શનશલ્ય, વચનથી મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, માયામોસો અને મન દ્વારા (અંતઃકરણ દ્વારા) ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને વૈષનાં આચરણો કર્યા છે.
આ રીતે આત્મા તૈજસ, કાર્મણ મિત્ર દ્વારા વિશ્વમાં મુસાફરી કરવા માટે અંગોપાંગ– વાળા શુભ, અશુભ શરીર પામીને બહાર ત્રસ, સ્થાવર રૂપે પ્રગટ થાય છે. તે સારા અંતઃકરણથી શુભ ભાવે જગતની વસ્તુ ગ્રહણ કરે અને તેને પકાવીને બહાર પ્રગટ કરે તો સુખવિપાક કહેવાય અને અશુભ સામગ્રી ગ્રહણ કરી અશુભ રૂપે પરિણત કરી ફળ સ્વરૂપે પ્રગટે તેનું નામ દુઃખવિપાક કહેવાય છે. આ રીતે અનંત જીવરાશી પુગલ પરમાણુની બનેલી આઠ વર્ગણાઓને ગ્રહણ કરી આત્મા સાથે ઓતપ્રોત થઈ કેવી રીતે સુખ, દુઃખનો ભાગી બને છે તે દષ્ટાંત દ્વારા અર્થાત્ ધર્મકથા દ્વારા આરોહ, અવરોહનું આબેહૂબ ચિતાર રજુ કરતું પ્રસ્તુત સૂત્ર પ્રગટ થાય છે. વિપાકનો વિનાશ કઈ રીતે કરવો, અશુભમાંથી શુભ કેમ થવું, અંતે શુદ્ધ બની મોક્ષ કેમ થાય? આત્મા અખંડ સુખનો સ્વામી પોતામાં ડૂબકી લગાવી સાદિ અનંત ભાગમાં સદાને માટે સિદ્ધાલયનું સામ્રાજ્ય પ્રાપ્ત કરી સમ્રાટ બને તેવા પ્રયોગનો ભંડાર છે જેમાં તેનું નામ વિપાક સૂત્ર :
આ સૂત્રના અનુવાદિકા છે મમ ભગિની સુશિષ્યા વિદુષી ઉત્સાહધરા બા. બ્ર.
28