Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧/મૃગાપુત્ર
૨૫
નારકીરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધો પક્ષી યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મૃત્યુ પામીને ત્રીજી નરક ભૂમિમાં સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ નારકીરૂપે ઉત્પન્ન થશે.
ત્યાંથી નીકળીને સિંહની યોનિમાં ઉત્પન્ન થશે. પછી કાળ કરીને ચોથી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સર્પ થશે અને ત્યાંથી પાંચમી નરક ભૂમિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સ્ત્રી થશે અને કાળ કરીને છઠ્ઠી નરકભૂમિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને મનુષ્ય(પુરુષ) બનશે અને કાળ કરીને સાતમી નરક ભૂમિમાં ઉત્પન્ન થશે.
ત્યાંથી નીકળીને જલચર પંચેન્દ્રિય તિર્યચોમાં મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર, સુસુમાર આદિ જલચર પંચેન્દ્રિય જાતિના જે ઉત્પત્તિસ્થાન છે અને જે સાડા બાર લાખ કુલકોટિઓની સંખ્યા છે તેના એક એક યોનિ લાખોવાર મરણ પામતો તેમાં જ વારંવાર ઉત્પન્ન થશે. તત્પશ્ચાતુ ત્યાંથી નીકળીને ચતુષ્પદોમાં ઉત્પન્ન થશે. એવી જ રીતે ઉરપરિસર્પ(છાતીના બળથી ચાલનાર) ભુજપરિસર્પ અને ખેચર(આકાશમાં ઉડનારા જીવો)માં તેમજ ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય અને બેઈન્દ્રિય પ્રાણીઓમાં તથા વનસ્પતિમાં રહેલ કડવાં વૃક્ષો અને કડવા દૂધવાળાં વૃક્ષોમાં, વાયુકાય, તેઉકાય, અપકાય અને પૃથ્વીકાયમાં લાખોવાર મરણ પામીને તેમાં જ વારંવાર ઉત્પન્ન થશે.
ત્યાર પછી ત્યાંથી નીકળીને સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં બળદ રૂપે ઉત્પન્ન થશે. જ્યારે તે બાલ્યાવસ્થાને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત કરશે ત્યારે એકદા વર્ષાઋતુના પ્રારંભમાં ગંગા નામની મહાનદીના કિનારાની માટીને ખોદતાં ખોદતાં નદીના કિનારા પરથી પડી જવાથી પીડિત થતો મૃત્યુ પામશે. મૃત્યુ પામ્યા પછી તે ત્યાંજ સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં કોઈ શેઠને ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થશે.
ત્યાં તે બાલભાવને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા પછી સાધુજનોચિત્ત સદ્ગુણોથી યુક્ત કોઈ સ્થવિર જૈન સાધુઓની પાસે ધર્મ સાંભળીને, મનન કરીને પછી મુંડિત થઈને આગારવૃત્તિનો ત્યાગ કરી અણગારધર્મને પ્રાપ્ત કરશે અર્થાત્ ગૃહસ્થાવસ્થાને છોડીને સાધુધર્મ અંગીકાર કરશે. અણગારધર્મમાં ઈર્ષા સમિતિ યુક્ત યાવતું બ્રહ્મચારી થશે. તે ઘણાં વર્ષો સુધી શ્રમણ્યપર્યાયનું પાલન કરીને આલોચના અને પ્રતિક્રમણાથી આત્મશુદ્ધિ કરતો સમાધિભાવને પ્રાપ્ત કરીને કાળના સમયે કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે દેવભવની સ્થિતિ પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવને દેવશરીરને છોડીને) મહાવિદેહ ક્ષેત્રમાં સંપન્ન કુળમાં પુરુષ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તેનો કલાભ્યાસ, પ્રવ્રજ્યાગ્રહણ ઈત્યાદિ સંપૂણ વૃતાંત "દઢપ્રતિજ્ઞ"ની જેમ જાણવો યાવત્ સિદ્ધ થશે.
સુધર્માસ્વામી કહે છે- હે જંબૂ! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે દુઃખવિપાકના પ્રથમ અધ્યયનનો અર્થ પ્રતિપાદિત કર્યો છે. જે રીતે મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે, એ રીતે તમને હું
વિવેચન :
આ અધ્યયનથી મળતો બોધઃ- (૧) રાજસત્તાનો દુરુપયોગ કરનાર, લાંચ લેનાર, પ્રજા પર અનુચિત