Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૮/શૌરિદત્ત
૧૧૭ |
નિ આઠમું અધ્યયન)
પરિચય :
આ અધ્યયનનું નામ શૌરિકદત્ત' છે. તેમાં એક માછીમારના જીવનની કરુણ કથા છે.
શૌર્યપુર નામના નગરમાં શૌર્યદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. શૌર્યાવર્તસક ઉદ્યાનમાં શૌર્ય નામના યક્ષનું યક્ષાયતન હતું. તે નગરીમાં સમુદ્રદત્ત નામનો માછીમાર રહેતો હતો. તેની પત્ની સમુદ્રદત્તા મૃત બાળકોને જન્મ આપતી હતી. શૌર્યયક્ષની માનતા કરવાથી એક જીવિત બાળક જગ્યું. તેનું નામ 'શૌરિકદત્ત' રાખ્યું.
સમુદ્રદત્ત માછીમાર મહાઅધર્મી અને નિર્દયી હતો. તે મૃત્યુ પામી દુર્ગતિમાં ગયો. તેનો પુત્ર પણ તેના જેવો જ અધર્મી બન્યો. તેના નોકરો યમુના નદીમાંથી માછલા પકડી લાવતા, તે માછલાને સૂકવીને, બાફીને વેચતા હતા. શૌરિકદત્ત પોતે પણ માછલીઓ ખાતો અને મદિરાઓનું સેવન કરતો હતો. એક વખત માછલીનો આહાર કરતાં શૌરિકદત્તના ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો. અનેકાનેક ઉપાયો કરવા છતાં કાંટો નીકળ્યો નહીં અને તે કાંટાના કારણે શૌરિકદત્ત તીવ્ર વેદના ભોગવતો દુઃખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. પીડાના કારણે તેનું શરીર હાડપીંજર જેવું થઈ ગયું, તેના વમનમાંથી લોહી, પરૂ તથા કીડાઓ નીકળવા લાગ્યા.
ભિક્ષાર્થે નીકળેલા ગૌતમ સ્વામીની દષ્ટિ શૌરિકદત્ત ઉપર પડી. કંટકની વેદનાથી તે આક્રંદ કરી રહ્યો હતો. તેને જોતાં જ લોકો કહેતા- 'અહો ! આ નરકતુલ્ય વેદના અનુભવી રહ્યો છે.'
ગૌતમ સ્વામીએ જિજ્ઞાસાપૂર્વક શૌરિકદત્તનો પૂર્વભવ પૂગ્યો ત્યારે ભગવાને આ પ્રકારે વર્ણન કર્યું– નંદીપુરમાં મિત્ર નામના રાજાનો શ્રિયક નામનો રસોઈયો હતો. તેની પાસે માછીમાર, શિકારી તથા પક્ષીઘાતક નોકરો હતા; તેઓ અનેક પ્રકારનું માંસ લાવી આપતા અને તે રસોઈયો તે જલચર, સ્થલચર અને ખેચર જીવોના માંસના નાના, મોટા, લાંબા-ગોળ ટુકડા કરી વિવિધ પ્રકારે પકાવતો અર્થાત્ અગ્નિથી, બરફથી, તાપથી, હવાથી પકાવતો. ક્યારેક કાળા, લીલા, લાલ બનાવતો. તેને દ્રાક્ષ, આંબળા, કવીઠ આદિના રસોથી સંસ્કારિત કરતો. આ પ્રકારની તલ્લીનતાપૂર્વક ભોજન વિધિથી શાક આદિ બનાવતો અને રાજાને પ્રસન્ન રાખતો. પોતે પણ આવી વસ્તુઓ વાપરી અનેક પ્રકારની મદિરાઓ ભોગવતો. આ પ્રકારનું પાપમય જીવન ૩૩૦૦ વર્ષ સુધી પસાર કર્યું. ત્યાંથી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંનું રર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, અહીં શૌરિકદત્ત રૂપે જન્મ પામ્યો છે. અહીં નરકતુલ્ય દુઃખો ભોગવી, મૃત્યુ પામી પહેલી નરકમાં ઉત્પન્ન થશે. પછી અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં અંતે મચ્છના