Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| १७८
શ્રી વિપાક સૂત્ર
जक्खस्स जक्खाययणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहइ ।
परिसा राया णिग्गया । सुबाहुकुमारे वि जहा जमाली तहा जाव पज्जुवासइ। धम्मो कहिओ । परिसा राया पडिगया ।
ભાવાર્થ : ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુબાહુકુમારના આ પ્રકારના સંકલ્પને જાણીને ક્રમશઃ ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં જ્યાં હસ્તિશીર્ષ નગર હતું અને જ્યાં પુષ્પકરંડક નામનું ઉદ્યાન હતું અને
જ્યાં કૃતવનમાલપ્રિય યક્ષનું યક્ષાયતન હતું ત્યાં પધાર્યા અને સાધુવૃત્તિને અનુકૂળ સ્થાનને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં ત્યાં રહ્યા.
ત્યાર પછી પરિષદ અને રાજા દર્શનાર્થે નીકળ્યાં. સુબાહુકુમાર પણ જમાલીની જેમ મહાન સમારોહ સાથે ભગવાનની સેવામાં જવા માટે નીકળ્યા યાવત પર્યાપાસના કરવા લાગ્યા. ભગવાને તે પરિષદ તથા સુબાહુકુમારને ધર્મોપદેશ ફરમાવ્યો. પરિષદ તથા રાજા ધર્મદેશના સાંભળીને પાછા ચાલ્યાં ગયાં. | १८ तए णं सुबाहुकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्टतुट्ठ जाव जहा मेहो तहा अम्मापियरो आपुच्छइ, णिक्खणाभिसेओ तहेव जाव अणगारे जाए इरियासमिए जाव गुत्तबंभयारी । ભાવાર્થ : સુબાહુકુમાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મ શ્રવણ કરીને તેનું મનન કરતાં મેઘકુમારની જેમ હર્ષિત-આનંદિત થઈ યાવત્ માતાપિતાની આજ્ઞા પ્રાપ્ત કરી. ત્યાર પછી સુબાહુ કુમારનો નિષ્ક્રમણ-અભિષેક મેઘકુમારની જેમ થયો યાવત તે અણગાર થયા. ઈર્યાસમિતિનું પાલન કરતાં યાવત્ ગુપ્તબ્રહ્મચારી બન્યા. | १९ तए णं सुबाहू अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थछट्ठट्ठ मतवोवहाणेहिं अप्पाणं भावित्ता, बहूई वासाइं सामण्णपरियागं पाउणित्ता, मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सर्द्धि भत्ताइ अणसणाए छेदित्ता, आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे देवत्ताए उववण्णे ।
ભાવાર્થ : ત્યાર પછી તે સુબાહુ અણગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અનેક ઉપવાસ, છઠ, અઠ્ઠમ આદિ વિવિધ પ્રકારનાં તપ અનુષ્ઠાનથી આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો સુધી શ્રમણ્યપર્યાય(સાધુવૃત્તિ)નું પાલન કરીને એક