Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 266
________________ [ ૨૧૪] શ્રી વિપાક સૂત્ર રૂપે ઉદય થતો નથી. ઉદયનો બીજો ભેદ છે પ્રદેશોદય. આમાં કર્મના ફળનો સ્પષ્ટ અનુભવ નથી થતો. આ કર્મવેદનની અસ્પષ્ટાનુભૂતિવાળી દશા છે, જે કર્મ–બંધ થાય છે તે અવશ્ય ભોગવાય જ છે. ગૌતમે પૂછયું– ભગવન્! શું કરેલાં પાપ કર્મ ભોગવ્યાં વિના છૂટતાં નથી? ભગવન્– હા, ગૌતમ ! એ વાત સાચી છે. ગૌતમ ભગવન! કેવી રીતે? ભગવ7- ગૌતમ ! કર્મના બે પ્રકાર છે– (૧) પ્રદેશકર્મ (૨) અનુભાગકર્મ. જે પ્રદેશકર્મ છે તે અવશ્ય ભોગવાય છે અને અનુભાગ કર્મ છે તે અનુભાગ(વિપાક) રૂપે કેટલાક ભોગવાય છે અને કેટલાક ભોગવાતા નથી. (૧૯) પુરુષાર્થથી ભાગ્યમાં પરિવર્તન આવી શકે છે : વર્તમાનમાં આપણે પુરુષાર્થ કરીએ તેનું ફળ ચોક્કસ મળે જ. ભૂતકાળની દષ્ટિએ તેનું મહત્ત્વ હોય અથવા ન હોય, વર્તમાનમાં કરાયેલો પુરુષાર્થ જો ભૂતકાળમાં કરાયેલા પુરુષાર્થથી મંદ હોય તો તે ભૂતકાળમાં કરેલા પુરુષાર્થ પર પ્રભાવ ન પાડી શકે. જો વર્તમાનમાં કરાયેલો પુરુષાર્થ ભૂતકાળના પુરુષાર્થથી પ્રબળ હોય તો તે ભૂતકાળના પુરુષાર્થને નિષ્ફળ બનાવી શકે છે. કર્મની માત્ર બંધ અને ઉદય આ બે જ અવસ્થા હોત તો બદ્ધ કર્મના પરિવર્તનને અવકાશ ન હોત પરંતુ તેની બીજી અવસ્થા પણ છે– (૧) અપવર્તનાથી- કર્મસ્થિતિનું અલ્પીકરણ (સ્થિતિઘાત અને રસનું મંદીકરણ–રસઘાત) થાય છે (૨) ઉદ્વર્તનાથી કર્મ-સ્થિતિનું દીર્ઘકરણ અને રસનું તીવ્રીકરણ થાય છે. (૩) ઉદીરણાથી લાંબા સમય પછી ઉદયમાં આવનારાં કર્મ શીઘ્ર-તત્કાળ ઉદયમાં આવે છે. (૪) એક કર્મ શુભ હોય છે અને તેનો વિપાક પણ શુભ હોય છે પરંતુ તે અશુભ પણ થઈ જાય છે. એક કર્મ અશુભ છે તેનો વિપાક પણ અશુભ હોય છે પરંતુ શુભ પણ થઈ જાય છે. કર્મના ઉદયમાં આ અંતરનું મૂળ કારણ સંક્રમણકરણ(બદ્ધકર્મમાં આત્મા દ્વારા અન્યથાકરણ) છે. આવી કર્મોની બીજી અવસ્થાઓને કારણે અર્થાત્ અપવર્તન, ઉદ્વર્તન, સંક્રમણ વગેરે કારણોનાં કારણે પુરુષાર્થથી ભાગ્યમાં કંઈક પરિવર્તનની શક્યતા સ્વીકારવી પડે છે. સામાન્ય રૂપે પૂર્વકૃત કર્મ અનુસાર જ ભાગ્યનું વર્તન થાય છે અને વિશેષ પુરુષાર્થથી જીવ કેટલુંય પરિવર્તન કરી શકે છે. માટે જ કહી શકાય છે કે વ્યવહારમાં પુરુષાર્થ પ્રધાન હોય છે, તેથી જીવ સક્રિય રહીને પોતાનું જીવન ઘડતર કરી શકે છે. એકલા ભાગ્યને ભરોષે નિષ્ક્રિય થઈ રહેવાની જરૂર નથી. (૨૦) આત્મા સ્વતંત્ર છે કે કર્મને આધીન : સંક્રમણ સિવાય સામાન્ય રૂપે જેવું કર્મ કરે છે તેવું જ તેનું ફળ તેને મળે છે. શુભ કર્મનું ફળ શુભ અને અશુભ કર્મનું ફળ અશુભ હોય છે. કર્મની મુખ્ય બે અવસ્થા છે– બંધ (ગ્રહણ) અને ઉદય (ફળ).

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284