Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| કર્મ સિદ્ધાંત - ચિંતન
૨૧૩ |
રચના વિશેષ) પ્રગટ થવા લાગે છે, તે ઉદય છે. બે પ્રકારે કર્મનો ઉદય થાય છે– (૧) પ્રાપ્ત કાળમાં કર્મનો ઉદય (૨) અપ્રાપ્ત કાળમાં કર્મનો ઉદય.
કર્મ બંધ થાય કે તરત જ તે જ સમયે કર્મ ફળ પ્રાપ્તિ થતી નથી. તે નિશ્ચિત અવધિ પછી જ ફળ આપે છે. તે વચ્ચેની અવધિ (સમય) "અબાધાકાળ" કહેવાય છે. તે સમયે કર્મનું માત્ર અવસ્થાન(સત્તા) હોય છે. અબાધાનો એક અર્થ અંતર છે. બંધ અને ઉદયની વચ્ચેનો જે કાળ છે તે અબાધાકાળ છે.
દીર્ઘકાળ અને તીવ્ર અનુભાગવાળાં કર્મ તપ આદિ સાધના દ્વારા વિફળ બની સ્વલ્પ સમયમાં ભોગવાઈ જાય છે. આત્મા શીઘ્ર નિર્મળ બની જાય છે. - જો એકાંતે સ્વાભાવિક રૂપે જ કર્મ ઉદયમાં આવે તો આકસ્મિક ઘટનાઓની સંભાવના અને તપ આદિ સાધનાની પ્રયોજકતા નષ્ટ થઈ જાય છે. પરંતુ અપવર્તનાથી કર્મની ઉદીરણા અથવા અપ્રાપ્ત કાળમાં ઉદય થાય છે તેથી આકસ્મિક ઘટનાઓથી કર્મસિદ્ધાંતમાં સંદેહ થતો નથી. તપ આદિ સાધનાની સફળતાનું પણ આ જ મુખ્ય કારણ છે.
કર્મનો પરિપાક અને ઉદય, સહેતુક પણ થાય છે અને નિર્દેતુક પણ. સ્વયં પણ થાય છે અને બીજા દ્વારા પણ. કોઈ બાહ્ય કારણના અભાવમાં પણ ક્રોધ, વેદનીય પુગલોના તીવ્ર વિપાકથી કોઈ પણ નિમિત્ત વિના ક્રોધ આવી ગયો, આ તેનો નિર્દેતુક ઉદય છે. તે જ પ્રમાણે હાસ્ય, ભય, વેદ અને કષાયના પુદ્ગલોનો પણ ઉદય થાય છે.
(૧૦) સ્વતઃ ઉદયમાં આવનારા કર્મના હેતુ :
ગતિeતુક ઉદય-નરકગતિમાં અશાતાનો તીવ્ર ઉદય હોય છે, તેને ગતિeતુક વિપાક કહે છે. સ્થિતિહેતુક ઉદય- મોહકર્મની ઉત્કૃષ્ટતમ સ્થિતિમાં મિથ્યાત્વ મોહનો તીવ્ર ઉદય હોય છે. આ સ્થિતિ હેતુક વિપાક-ઉદય છે. ભવહેતુક ઉદય-દર્શનાવરણ (જેના ઉદયથી ઊંઘ આવે) આ બધા સંસારી જીવોમાં હોય છે તો પણ મનુષ્ય અને તિર્યંચ બે ને ઊંઘ આવે, દેવ અને નારકીને નહીં. આ ભવહેતુક વિપાક ઉદય છે. ગતિ, સ્થિતિ અને ભવના કારણે ઘણાં કર્મોનો સ્વતઃ વિપાક–ઉદય થઈ જાય છે.
(૧૮) બીજા દ્વારા ઉદયમાં આવનારા કર્મના હેતુ :
પુલહેતુક ઉદય- કોઈએ પત્થર ફેંક્યો, લોહી નીકળ્યું, અશાતાનો ઉદય થયો. આ બીજા દ્વારા કરેલો અશાતા વેદનીયનો પુલ હેતુક ઉદય છે. કોઈએ અપશબ્દ કહ્યા, ક્રોધ આવ્યો, આ ક્રોધ વેદનીય પગલોનો સહેતુક ઉદય છે. પુદ્ગલ પરિણામથી થતો ઉદય- રસવંતુ ભોજન જમ્યા, અજીર્ણ થયું, રોગ થયો. આ અશાતા વેદનીયનો ઉદય છે. મદિરા આદિ નશીલી વસ્તુઓનો ઉપભોગ કર્યો, ઉન્માદ આવ્યો, આ જ્ઞાનાવરણનો ઉદય થયો. આ પુદ્ગલ–પરિણમન હેતુક ઉદય છે.
આ પ્રમાણે વિવિધ કારણોથી કર્મોનો ઉદય થાય છે. જો આ બધાં કારણો ન મળે તો કર્મોનો વિપાક