Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 275
________________ | કર્મ સિદ્ધાંત - ચિંતન. [ ૨૨૩ | સંક્રમણ (૪) પ્રદેશ સંક્રમણ. (૬) ઉદય:- કર્મોનાં ફળને ઉદય કહેવાય છે. જો કર્મ પોતાનું ફળ આપીને નિર્જરી જાય તો તે વિપાકોદય છે અને ફળ આપ્યા વિના જ ઉદયમાં આવીને નાશ પામે, તો પ્રદેશોદય છે. (૭) ઉદીરણા – નિશ્ચિત સમય પહેલાં કર્મનું ઉદયમાં આવવું તે ઉદીરણા છે. જેવી રીતે સમય પહેલાં જ પ્રયત્નપૂર્વક કેરી આદિ ફળ પકાવવામાં આવે છે. તે જ પ્રમાણે સાધના દ્વારા બંધાયેલા કર્મને નિશ્ચિત સમય પહેલાં જ ભોગવીને ક્ષય કરી શકાય છે. સામાન્ય રીતે એ નિયમ છે કે જે કર્મનો ઉદય હોય છે તેના સજાતીયકર્મની ઉદીરણા થાય છે. (૮) ઉપશમન - કર્મો હોવા છતાં પણ તે ઉદયમાં ન આવી શકે તેવાં નિર્બળ બનાવી દેવાં તે ઉપશમ છે અર્થાતુ કર્મની તે અવસ્થા કે જેમાં ઉદય અથવા ઉદીરણા કોઈનો સંભવ ન હોય પરંતુ ઉદ્વર્તન, અપવર્તન અને સંક્રમણની સંભાવના હોય તે ઉપશમન છે. જેવી રીતે અંગારાને રાખથી એવી રીતે ઢાંકી દેવામાં આવે કે જેથી તે પોતાનું કાર્ય ન કરી શકે પરંતુ રાખ જેવી દૂર કરવામાં આવે કે તરત જ અંગારા દઝાડવા, બાળવા લાગે છે. એજ પ્રમાણે ઉપશમભાવ દૂર થતાં જ ઉપશાંત કર્મ ઉદયમાં આવીને પોતાનું ફળ આપે છે. (૯) નિધત્ત :- જેમાં કર્મોની ઉદીરણા અને સંક્રમણ ન થઈ શકે પરંતુ ઉદ્વર્તન અને અપવર્તનની સંભાવના હોય તે નિધત્ત છે. તેના પણ ચાર પ્રકાર છે– (૧) પ્રકૃતિ નિધત્ત (૨) સ્થિતિ નિધત્ત (૩) અનુભાગ નિધત્ત (૪) પ્રદેશ નિધત્ત. (૧૦) નિકાચિત – જેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ અને ઉદીરણા આ ચાર અવસ્થાઓનો અભાવ હોય તે નિકાચિત છે અર્થાતુ આત્માએ જે રીતે કર્મ બાંધ્યાં હોય એ જ રીતે ભોગવ્યા વિના તેની નિર્જરા થતી નથી. તેના પણ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકાર છે. (૧૧) અબાધાકાળઃ- કર્મ બાંધ્યા પછી અમુક સમય સુધી તે ફળ ન આપે, તે અવસ્થાનું નામ અબાધા અવસ્થા છે. જે કર્મની સ્થિતિ જેટલા સાગરોપમની હોય, એટલા જ સો વર્ષનો તેનો અબાધાકાળ હોય છે. જેવી રીતે જ્ઞાનાવરણીયની સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે, તો અબાધાકાળ તેનો ત્રણહજાર વર્ષનો થાય. શ્રી ભગવતીસૂત્રમાં મૂળ આઠ કર્મપ્રવૃત્તિઓનો અબાધાકાળ બતાવેલ છે અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેની ઉત્તર-પ્રવૃત્તિઓનો પણ અબાધાકાળ બતાવ્યો છે. જિજ્ઞાસુઓએ મૂળ ગ્રંથ જોવો જોઈએ. જૈન કર્મ સાહિત્યમાં કર્મોની આ અવસ્થાઓ અને પ્રક્રિયાઓનું જે વિશ્લેષણ છે તે બીજા દાર્શનિકોના સાહિત્યમાં દષ્ટિગોચર થતું નથી. હા, યોગદર્શનમાં નિયત વિપાકી, અનિયતવિપાકી અને આવાયગમનના રૂપમાં કર્મની ત્રિવિધ દશાનો ઉલ્લેખ કર્યો છે. નિયત-વિપાકી કર્મનો અર્થ છે– જે નિશ્ચિત સમયે પોતાનું ફળ આપીને જ નાશ પામે. અનિયતવિપાકી કર્મનો અર્થ છે જે કર્મ ફળ આપ્યા વિના જ આત્માથી પૃથક થઈ જાય અને આવાયગમનનો અર્થ એક કર્મ બીજા કર્મમાં ભળી જાય. યોગદર્શનની આ ત્રિવિધ અવસ્થાની તુલના ક્રમશઃ નિકાચિત, પ્રદેશોદય અને સંક્રમણની સાથે થાય છે. (૩૭) કર્મ અને પુનર્જન્મ : પુનર્જન્મનો અર્થ છે– વર્તમાન જીવનની પછીનું પરલોક જીવન. પરલોક જીવન કયા જીવનું કેવું

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284