Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-પ/જિનદાસ
૧૭૭
elp)
પાંચમું અધ્યયના
જિનદાસ
| १ पंचमस्स उक्खेवो । ભાવાર્થ : પાંચમા અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો. | २ सोगंधिया णगरी । णीलासोये उज्जाणे । सुकालो जक्खो । अप्पडिहयो राया । सुकण्हा देवी । महाचंदे कुमारे । तस्स अरहदत्ता भारिया । जिणदासो पुत्तो । तित्थयरागमणं । जिणदासपुव्वभवो । मज्झमिया णयरी । मेहरहो राया । सुहम्मे अणगारे पडिलाभिए जाव सिद्धे । णिक्खेवो जहा पढमस्स ।
| પંચમં ગ ળું સનત્ત IT. ભાવાર્થ: હે જંબૂ! સૌગન્ધિકા નામની નગરી હતી. ત્યાં નીલાશોક નામનું ઉદ્યાન હતું. તેમાં સુકાલ નામના યક્ષનું યક્ષાયતન હતું. તે નગરીમાં અપ્રતિહત નામના રાજા રાજ્ય કરતા હતા. તેમની સુકૃષ્ણા નામની રાણી હતી. તેના પુત્રનું નામ મહાચંદ્રકુમાર હતું. તેની અહંદત્તા નામની પત્ની હતી. તેનો જિનદાસ નામનો એક પુત્ર હતો. એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. જિનદાસે ભગવાન પાસે બાર પ્રકારના ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો. શ્રી ગૌતમ સ્વામીએ તેના પૂર્વભવ વિષયક જિજ્ઞાસા પ્રગટ કરી અને ભગવાને તેના ઉત્તરમાં આ પ્રમાણે ફરમાવ્યું –
હે ગૌતમ ! માધ્યમિકા નામની નગરી હતી. ત્યાં મેઘરથ નામના રાજા હતા. મહારાજા મેઘરથે સુધર્મા અણગારને ભાવપૂર્વક નિર્દોષ આહારદાન આપ્યું તેનાથી મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો અને અહીં જન્મ લઈને યાવત સિદ્ધ થયા.
| નિક્ષેપ - અધ્યયનનો ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો. વિવેચન :
આ અધ્યયનમાં જિનદાસના જીવન–વૃત્તાંતના સંકલનમાં જો કોઈ વિશેષતા હોય તો માત્ર એટલી જ છે કે તેના પિતામહ (દાદા) શ્રી અપ્રતિહત રાજા અને પિતામહી(દાદીમા) સુકૃષ્ણા દેવીનો પણ આ