Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૧૦ ]
શ્રી વિપાક સૂત્ર
તેને શુદ્ધ ચૈતન્ય માનેલ છે અને કર્મને શુદ્ધ પુલ. પરંતુ વાસ્તવિક સત્ય એ છે કે સંસારી જીવ શુદ્ધ ચૈતન્ય નથી અને કર્મ શુદ્ધ પુદ્ગલ નથી. સંસારી જીવ ચેતન અને અચેતન દ્રવ્યોનું એકમેક થયેલ સ્વરૂપ છે. એ જ પ્રમાણે કર્મ પણ પુદ્ગલનું સ્વરૂપ નથી પરંતુ એક વિકૃત અવસ્થા છે. તે અવસ્થા સંસારી જીવની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિથી નિર્મિત થયેલ છે અને તેનાથી સંબદ્ધ છે. જીવ અને મુગલ બંને પોતપોતાની સ્વાભાવિક અવસ્થામાં રહે તો કર્મનો બંધ થતો જ નથી. સંસારી જીવ સ્વ–ભાવમાં સ્થિત નથી પરંતુ તેની સ્વ અને પરભાવની મિશ્રિત અવસ્થા છે. તેથી તેને માત્ર સ્વ–ભાવનો કર્તા કેવી રીતે કહી શકાય? જીવ કર્મોનો કર્તા છે, એમ કહીએ તો તેનો અર્થ એમ નથી કે જીવ પૂગલનું નિર્માણ કરે છે. પુદ્ગલ તો પહેલેથી જ છે, તેનું નિર્માણ જીવ નથી કરતો. જીવ તો પોતાની નજીક રહેલા પુલ પરમાણુઓને સ્વકાર્યથી આકૃષ્ટ કરીને પોતાનામાં ભેળવીને ક્ષીરનીરવત્ કરે છે. આ જ દ્રવ્યકર્મનું કર્તત્વ કહેવાય છે તેથી એકાંતરૂપે એમ ન કહેવાય કે જીવ દ્રવ્યકર્મોનો કર્તા નથી. જો જીવ દ્રવ્યકર્મોનો કર્તા નથી તો તેનો કર્તા કોણ છે? પુગલ સ્વયં કર્મરૂપે પરિણત થતા નથી, જીવ જ તેને કર્મ રૂપે પરિણત કરે છે. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે દ્રવ્યકર્મોના કર્તુત્વના અભાવમાં ભાવકર્મોનું કર્તુત્વ કેવી રીતે સંભવી શકે ? દ્રવ્યકર્મ જ ભાવકર્મને ઉત્પન્ન કરે છે. સિદ્ધ દ્રવ્યકર્મોથી મુક્ત છે તેથી ભાવકર્મોથી પણ મુક્ત છે.
જ્યારે એ સિદ્ધ થઈ જાય કે કર્મયુક્ત સંસારી જીવ પુલ–પરમાણુઓને કર્મ રૂપે પરિણત કરે છે ત્યારે તે કર્મફળનો ભોક્તા પણ સિદ્ધ થઈ જાય. કારણ કે કર્મથી બંધાયેલા હોય છે તે જ તેનું ફળ પણ ભોગવે છે. આ પ્રમાણે સંસારી જીવ કર્મોનો કર્તા અને તેનાં ફળનો ભોક્તા છે પરંતુ મુક્ત જીવ કર્મોનો કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી.
જે વિચારક કર્મોના કર્તા અને ભોક્તા જીવને માનતા નથી તે લોકો એક દષ્ટાંત આપે છે– જેમ કે એક યુવક છે. તેનું રૂપ અત્યંત સુંદર છે, તે કાર્યવશ ક્યાંક જઈ રહ્યો છે. તેના દિવ્ય અને ભવ્ય રૂપને જોઈને એક યુવતી તેના ઉપર મુગ્ધ બની તેની પાછળ પાછળ ચાલવા લાગી. તો તેમાં તે યુવકનું શું કર્તુત્વ છે? કર્તા તો તે યુવતી છે. યુવક તો તેમાં માત્ર નિમિત્ત કારણ છે. આ પ્રમાણે જો પુદ્ગલ જીવ તરફ આકર્ષાઈને કર્મ રૂપે પરિવર્તિત થાય તેમાં જીવનું શું કર્તુત્ત્વ છે? કર્તા તો યુગલ સ્વયં છે. તેમાં જીવ માત્ર નિમિત્ત કારણ છે. આ જ વાત કર્મોના ભોક્નત્વના સંબંધમાં પણ કહી શકાય છે. જો આ જ પ્રમાણે હોય તો આત્મા કર્મોનો કર્તા, ભોક્તા, બદ્ધ, મુક્ત કે રાગ-દ્વેષ ભાવો, સિદ્ધ થશે નહીં અને ભગવાન તેનાથી રહિત પણ સિદ્ધ થશે નહીં પરંતુ વાસ્તવિક રૂપે તેમ નથી. જેમ યુવતી યુવકની પાછળ મુગ્ધ બની ચાલી એ પ્રમાણે જડ પુદ્ગલ ચેતન આત્માની પાછળ નથી જતા. પુદ્ગલ સ્વયં આકર્ષિત બનીને આત્માને પકડવા માટે દોડતા નથી. જીવ જ્યારે સક્રિય બને છે ત્યારે પુગલ-પરમાણુ તેની તરફ આકૃષ્ટ બને છે. આત્માની સાથે તે એકમેક બને છે. યથાસમયે ફળ આપી આત્માથી પૃથક થાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં જીવ સંપૂર્ણતઃ જવાબદાર છે. જીવની ક્રિયાથી જ પુદ્ગલ પરમાણુ તેની તરફ ખેંચાય છે, બંધાય છે અને યોગ્ય ફળ આપે છે. આ કાર્ય એકલો જીવ જ કરી શકે તેવું નથી અને એકલા પુગલ જ કરે તેમ પણ નથી. બંનેના સમ્મિલિત (પરસ્પર મળવાથી) અને પારસ્પરિક પ્રભાવથી જ આ કાર્ય થાય છે. કર્મના કર્તત્ત્વમાં જીવની આ પ્રકારની નિમિત્તતા નથી કે તે સાંખપુરુષની જેમ નિષ્ક્રિય અવસ્થામાં નિર્લેપ ભાવથી રહે અને પુદ્ગલ સ્વયં કર્મ રૂપે પરિણત થઈ જાય. પરંતુ જીવ અને પુગલના પરસ્પર મળવાથી જ કર્મની