Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 261
________________ | કર્મ સિદ્ધાંત - ચિંતન | ૨૦૯ | પરંતુ શરીર, ઈન્દ્રિય, મન, વેદના, બુદ્ધિ, આ બધું આત્માથી ભિન્ન હોવા છતાં પણ તે હું જ છું એવું માનવું તે પણ મોહના પ્રભાવે થાય છે અને આ જ કર્મબંધનનું કારણ છે. વૈશેષિકદર્શન પણ આ કથનનું સમર્થન કરે છે. સાંખ્યદર્શન પણ બંધનું કારણ વિપર્યાસ માને છે અને વિપર્યાસ જ મિથ્યાજ્ઞાન છે. યોગદર્શન ક્લેશને બંધનું કારણ માને છે અને ક્લેશનું કારણ અવિદ્યા છે. ઉપનિષદ, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્રમાં પણ અવિદ્યાને જ બંધનું કારણ માનેલ છે. એ પ્રમાણે જૈનદર્શન અને અન્ય દર્શનોમાં કર્મબંધના કારણોમાં શબ્દભેદ અને પ્રક્રિયાભેદ હોવા છતાં પણ મૂળ ભાવનાઓમાં ખાસ ભેદ નથી. (૧૩) નિશ્ચયનય અને વ્યવહારનય : નિશ્ચય અને વ્યવહાર દષ્ટિએ પણ જૈનદર્શનમાં કર્મ સિદ્ધાંતનું વિવેચન કર્યું છે. જે અન્ય નિમિત્ત વિના વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે તે નિશ્ચયનય છે અને જે બીજાં નિમિત્તના આધારે વસ્તુનું કથન કરે છે તે વ્યવહારનય છે. પ્રશ્ન એ થાય છે કે નિશ્ચય અને વ્યવહારની ઉપરોક્ત પરિભાષા પ્રમાણે શું કર્મનું કર્તુત્વ, ભોક્નત્વ આદિનું નિરૂપણ થઈ શકે ? સમાધાન આ પ્રમાણે છે– પર નિમિત્તના અભાવમાં વસ્તુના વાસ્તવિક સ્વરૂપના કથનનો અર્થ છે વસ્તુના શુદ્ધ સ્વરૂપનું કથન. આ અર્થની દષ્ટિએ નિશ્ચયનય શુદ્ધ આત્મા અને શુદ્ધ પુદ્ગલનું જ કથન કરી શકે, પુગલ-મિશ્રિત આત્માનું અથવા આત્મ-મિશ્રિત પુદ્ગલનું નહીં. તેથી કર્મનું કર્તૃત્વ, ભોક્નત્વ આદિનું કથન નિશ્ચયનયથી કોઈ પણ પ્રકારે સંભવે નહીં. વ્યવહારનય પરનિમિત્તની અપેક્ષાએ વસ્તુનું નિરૂપણ કરે છે, તેથી કર્મયુક્ત આત્માનું કથન વ્યવહારનયથી જ થાય છે. નિશ્ચયનય પદાર્થના શુદ્ધ સ્વરૂપને અર્થાત્ જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ રૂપે–વર્ણવે છે અને વ્યવહારનય કર્મ યુક્ત સંસારી આત્માનું કથન કરે છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારનયમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. બન્નેનું વિષયવસ્તુ ભિન્ન ભિન્ન છે. બન્નેનું ક્ષેત્ર અલગ અલગ છે. નિશ્ચયનયથી કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ આદિનું નિરૂપણ થઈ શકતું નથી તે મુક્તાત્માનું અને પુદ્ગલ આદિ શુદ્ધ અજીવનું જ કથન કરે છે. (૧૪) કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ : કેટલાક ચિંતકોએ નિશ્ચયનય અને વ્યવહારનયની મર્યાદાને ભૂલી નિશ્ચયનયથી કર્મનાં કર્તુત્વ, ભોક્તત્વનું નિરૂપણ કર્યું છે તેથી કર્મ સિદ્ધાંતમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઈ. સંસારી જીવ અને મુક્ત જીવના ભેદનું વિસ્મરણ; આ સમસ્યાઓનું કારણ છે અને સાથે જ કર્મ અને પુદ્ગલનું અંતર પણ ભૂલાઈ જાય છે. તે ચિંતકોનું મંતવ્ય છે કે જીવ કર્મનો કર્તા કે ભોક્તા નથી. જો કે દ્રવ્યકર્મ પૌગલિક છે. પદુગલના વિકાર છે તેથી પર છે. તેનો કર્તા આત્મા કેવી રીતે હોય? ચેતનનું કર્મ ચેતનરૂપ હોય છે અને અચેતનનું કર્મ અચેતનરૂપ. જો ચેતનનું કર્મ પણ અચેતનરૂપ થશે તો ચેતન અને અચેતનનો ભેદ નષ્ટ થઈને મોટો સંકરદોષ ઉપસ્થિત થશે. તેથી પ્રત્યેક દ્રવ્ય સ્વ–ભાવના કર્તા છે, પર–ભાવના કર્તા નથી. પ્રસ્તુત કથનમાં સંસારી જીવને દ્રવ્યકર્મોનો કર્તા અને ભોક્તા માનેલ નથી, તેનું કારણ કર્મ પૌલિક છે. ચેતન જીવ અચેતન કર્મને કેવી રીતે ઉત્પન્ન કરે ? આ કથનમાં સંસારી અશુદ્ધ આત્મા છે

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284