Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| १७२
શ્રી વિપાક સૂત્ર
બીજું અધ્યયન_
ભદ્રનદી
DODODOODamamaDODODDOOODamabaaDODDDDODOG
| १ बिइयस्स उक्खेवो । ભાવાર્થ : બીજા અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો. | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं उसभपुरे णयरे । थूभकरंडग उज्जाणं । धण्णो जक्खो । धणावहो राया । सरस्सई देवी ।
सुमिणदसणं, कहणं, जम्म, बालत्तणं, कलाओ य ।
जोव्वणं पाणिग्गहणं, दाओ पासाय भोगा य ।। जहा सुबाहुस्स णवरं भद्दणंदी कुमारे । सिरिदेवी पामोक्खाणं पंचसयाणं रायवरकण्णगाणं पाणिग्गहणं सामिस्स समोसरणं । सावगधम्मं । पुव्वभवपुच्छा। महाविदेहे वासे पुंडरीकिणी णयरी । विजयकुमारे । जुगबाहू तित्थयरे पडिलाभिए । मणुस्साउए णिबद्धे । इहं उप्पण्णे । सेसंजहा सुबाहुस्स जावमहाविदेहे वासे सिज्झिहिइ, बुज्झिहिइ, मुच्चिहिइ, परिणिव्वाहि, सव्वदुक्खाणमंतं काहिइ। णिक्खेवो जहा पढमस्स ।
।। बिइयं अज्झयणं समत्तं ।। ભાવાર્થ : સુધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ! તે કાલે અને તે સમયે ઋષભપુર નામનું નગર હતું. ત્યાં સૂપ કરંડક નામનું ઉદ્યાન હતું. ત્યાં ધન્ય નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં ધનાવહ નામના રાજા રાજ્ય કરતા હતા. તેની સરસ્વતીદેવી નામની રાણી હતી. મહારાણીનું સ્વપ્ન જોવું, પતિને સ્વપ્ન કહેવું, સમય થતાં બાળકનો જન્મ થવો અને બાળકનું બાલ્યાવસ્થામાં કળાઓ શીખીને યૌવન પ્રાપ્ત કરવું, ત્યાર પછી વિવાહ થવો, માતાપિતા દ્વારા પ્રીતિદાન આપવું તથા રાજભવનમાં ઈચ્છાનુસાર ભોગોનો ઉપભોગ કરવો વગેરે બધું જ વર્ણન સુબાહકુમારની જેમ જાણવું જોઈએ. તેમાં વિશેષતા માત્ર એટલી છે કે બાળકનું નામ સુબાહુકુમારને બદલે ભદ્રનંદી હતું. તેના શ્રીદેવી પ્રમુખ ૫00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયા. ત્યાર પછી મહાવીરસ્વામી પધાર્યા. ભદ્રનંદીએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. ગૌતમસ્વામીએ તેના પૂર્વભવ સંબંધી