Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૯/દેવદત્તા
| १४३ |
अवक्कममाणिं पासंति, पासित्ता जेणेव सिरीदेवी तेणेव उवागच्छंति, उवागच्छित्ता सिरिं देविं णिप्पाणं णिच्चेटुं जीवियविप्पजढं पासंति, पासित्ता हा हा अहो अकज्जं इति कटु रोयमाणीओ कंदमाणीओ विलवमाणीओ जेणेव पूसणंदी राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता पूसणंदि रायं एवं वयासी- एवं खलु सामी ! सिरीदेवी देवदत्ताए देवीए अकाले चेव जीवियाओ ववरोविया ।
तए णं पूसणंदी राया तासिं दासचेडीणं अंतिए एयमढे सोच्चा णिसम्म महया माइसोएण अप्फुण्णे समाणे परसुणियत्ते विव चंपगवरपायवे धसत्ति धरणियलंसि सव्वंगेहिं सण्णिवडिए । ભાવાર્થ : ત્યાર પછી તે ભયાનક ચિત્કારના શબ્દ સાંભળીને શ્રીદેવીનાં દાસદાસીઓ ત્યાં દોડી આવ્યા. આવતાં જ તેમણે ત્યાંથી દેવદત્તાને જતી જોઈ. જોઈને જ્યારે તે દાસીઓ શ્રીદેવી પાસે ગઈ તો તેમણે શ્રીદેવીને પ્રાણરહિત, ચેષ્ટાશૂન્ય અને જીવનરહિત થયેલી જોઈ. જોઈને! હા..હા.. ઘણો અનર્થ થઈ ગયો. આ પ્રમાણે કહીને રોતી, આજંદ કરતી તથા વિલાપ કરતી દાસીઓ જ્યાં પુષ્પગંદી રાજા હતા ત્યાં આવી, આવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિનું! દેવદત્તા રાણીએ શ્રીદેવીને અકાળે મારી નાખ્યા.
ત્યાર પછી રાજા પુષ્પનંદી તે દાસીઓ પાસેથી વૃત્તાંત સાંભળીને અને તેનો વિચાર કરીને મહાન માતૃશોકથી આક્રાંત થઈ ગયો. કુહાડાથી કાપેલા ચંપકવૃક્ષની જેમ ધડામ કરતો સંપૂર્ણ શરીરે નીચે ભૂમિ પર પડી ગયો. | २८ तए णं से पूसणंदी राया मुहुत्तंतरेण आसत्थे वीसत्थे समाणे बहूहि राईसर जाव सत्थवाहेहिं, मित्त जाव परियणेण य सद्धिं रोयमाणे कंदमाणे विलवमाणे सिरीए देवीए महया इड्डीए णीहरणं करेइ, करेत्ता आसुरुत्ते रुटे कुविए चंडिक्किए मिसिमिसेमाणे देवदत्तं देविं पुरिसेहिं गिण्हावेइ, एएणं विहाणेणं वज्झं आणवेइ ।
तं एवं खलु गोयमा ! देवदत्ता देवी पुरापोराणाणं जाव पच्चणुभवमाणी विहरइ । ભાવાર્થ : થોડા સમય પછી પુષ્પગંદી રાજા હોંશમાં આવ્યા. ત્યારે રાજા, મહારાજા(યુવરાજીયાવતું સાર્થવાહોથી યુક્ત તથા મિત્રો યાવત પરિજનોની સાથે રુદન, આજંદન અને વિલાપ કરતાં મહાન ઋદ્ધિ સાથે શ્રીદેવીની સ્મશાનયાત્રા કાઢી. ત્યાર પછી અત્યંત ક્રોધથી રુષ્ટ થઈ, કુપિત થઈ, લાલપીળો થઈ તેણે રાજપુરુષો દ્વારા દેવદત્તાદેવીને પકડાવી લીધી અને ઉપરોક્ત વિધિથી (જે તમે જોઈને આવ્યા છો) દેવદત્તાને મારવાની આજ્ઞા રાજપુરુષોને આપી.
આ પ્રમાણે નિશ્ચયથી હે ગૌતમ! દેવદત્તા દેવી પૂર્વકૃત પાપકર્મોનું ફળ ભોગવી રહી છે.