Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧/સુબાહુ માર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સુપાત્રદાનની શુદ્ધિનું કથન છે. સુપાત્રદાનવિધિ – ભાવનાશીલ અને સરળ ચિત્ત યુક્ત દાતાને દાન દેતાં ત્રણ વાર હર્ષ થાય છે– (૧) આજ હું દાન આપીશ, આજે મારા સદ્ભાગ્યે મને દાન દેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે (૨) દાન દેતાં સમયે તેના રોમેરોમમાં હર્ષ ઊભરાતો હોય (૩) દાન આપ્યા પછી અંતરાત્મામાં સંતોષ અને આનંદની અનુભૂતિ થાય.
૧૬૫
બીજી વિશેષતા એ છે કે જો દેય, દાતા અને પ્રતિગ્રાહક પાત્ર આ ત્રણે શુદ્ધ હોય તો તે દાન જન્મ મરણનાં બંધનોને તોડનાર અને સંસારને અલ્પ કરનાર થાય છે. મહાન તપસ્વીના પારણાના સુંદર સંયોગે નજીકના ધાર્મિક ભાવનાવાળા દેવ પાંચ પ્રકારની દિવ્ય વૃષ્ટિ કરે છે.
સુબાહુકુમારનો વર્તમાન ભવ :
१३ तए णं सुमुहे गाहावई बहूहिं वाससयाई आउयं पालेइ, पालइत्ता कालमासे कालं किच्चा इहेव हत्थिसीसे णयरे अदीणसत्तुस्स रण्णो धारिणीए देवीए कुच्छिसि पुत्तत्ताए उववण्णे । तए णं सा धारिणी देवी सयणिज्जंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी तहेव सीहं पासइ, सेसं तं चेव जाव उप्पि पासाए विहरइ ।
तं एवं खलु गोयमा ! सुबाहुणा इमा एयारूवा माणुसिड्डी लद्धा पत्ता अभिसमण्णागया ।
ભાવાર્થ : ત્યાર પછી તે સુમુખ ગાથાપતિ સેંકડો વર્ષોનું આયુષ્ય ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને આ હસ્તિશીર્ષનગરમાં મહારાજા અદીનશત્રુની ધારિણી દેવીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયા, ગર્ભમાં આવ્યા. ત્યારે તે ધારિણીદેવી કંઈક સૂતેલા અને કંઈક જાગૃત (અર્ધનિદ્રાવસ્થામાં) હતા ત્યારે સ્વપ્નમાં સિંહને જોયો. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ સુબાહુકુમાર ઉપર મહેલોમાં મનુષ્ય સંબંધી ઉદાર ભોગોનો ઈચ્છા પ્રમાણે ઉપભોગ કરવા લાગ્યો.
ભગવાને કહ્યું– હે ગૌતમ ! સુબાહુકુમારને ઉપર પ્રમાણે મહાદાનના પ્રભાવથી આ પ્રકારની માનવ સમૃદ્ધિ ઉપલબ્ધ થઈ છે, પ્રાપ્ત થઈ છે અને તેની સમક્ષ ઉપસ્થિત થઈ છે.
१४ पभू णं भंते ! सुबाहुकुमारे देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वइत्तए ?
हंतापभू ।
तणं से भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तए णं से समणे भगवं महावीरे अण्णया कयाइ हत्थिसीसाओ णयराओ पुप्फकरंडाओ उज्जाणाओ