Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી વિપાક સૂત્ર
रायमग्गमोगाढे । हत्थी आसे पुरिसे पासइ । तेसिं पुरिसाणं मज्झगयं पासइ एगं इत्थियं - अवओडयबंधणं उक्खित्तकण्णणासं णेह तुप्पियगत्तं वज्झकरकडिजुय णियच्छं कंठे गुणरत्तमल्लदामं चुण्णगुंडियगायं चुण्णयं वज्झपाणपीयं जाव सूले भिज्जमाणं पासइ, पासित्ता, तहेव चिंता, णिग्गए, जाव एवं वयासीएस णं भंते ! इत्थिया पुव्वभवे का आसी ? जाव पच्चणुभवमाणे विहरइ ।
૧૩૦
ભાવાર્થ : તે કાલે અને તે સમયે પૃથ્વીઅવતંસક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા યાવત્ તેમની ધર્મદેશના સાંભળીને રાજા અને પરિષદ પાછા ચાલ્યાં ગયાં.
તે કાલે, તે સમયે ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમસ્વામી છઠના પારણા માટે ભિક્ષાર્થે નગરમાં ગયા યાવત્ ગોચરી કરીને પાછા ફરતાં રાજમાર્ગમાં પધાર્યા, ત્યાં તેમણે હાથીઓ, અશ્વો અને પુરુષોને જોયા. તેમની વચ્ચે અવકોટક બંધનથી બાંધેલી, કાન–નાક કાપેલી, સ્નિગ્ધ પદાર્થથી લિપ્ત શરીરવાળી, વધયોગ્ય વસ્ત્ર યુગલ પહેરાવેલી, હાથમાં હાથકડીઓ અને ગળામાં લાલ ફૂલોની માળા પહેરાવેલી, ગેરુના રંગથી રંગેલા શરીરવાળી, શૂળી વડે ભેદન કરાતી એક સ્ત્રીને જોઈ. જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે આ નરકતુલ્ય વેદના ભોગવી રહી છે. ગૌતમસ્વામી ભિક્ષા લઈને નગરમાંથી નીકળ્યા. ભગવાનની પાસે આવીને આ પ્રમાણે કહ્યું કે હે ભદન્ત ! આ સ્ત્રી પૂર્વભવમાં કોણ હતી ? શા માટે તે આવા દુઃખ ભોગવી રહી છે ?
દેવદત્તાનો પૂર્વભવ
५ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे भारहे वासे सुपइट्ठे णामं णयरे होत्था । रिद्धत्थिमियसमिद्धे, वण्णओ । महासेणे राया । तस्स णं महासेणस्स रण्णो धारिणीपामोक्खाणं देवीसहस्सं ओरोहे यावि होत्था । तस्स णं महासेणस्स रण्णो पुत्तो धारिणीए देवीए अत्तए सीहसेणे णामं कुमारे होत्था । अहीणपडिपुण्ण पंचिदियसरीरे जाव जुवराया ।
-
ભાવાર્થ : હે ગૌતમ ! તે કાલે અને તે સમયે આ જંબુદ્રીપના ભારતવર્ષમાં સુપ્રતિષ્ઠ નામનું એક નગર હતું. તે ઋદ્ધિ, સમૃદ્ધિથી યુક્ત હતું, વગેરે વર્ણન જાણવું. ત્યાં મહારાજ મહાસેન રાજ્ય કરતા હતા. તેના અંતઃપુરમાં ધારિણી વગેરે એક હજાર રાણીઓ હતી. મહારાજ મહાસેનનો પુત્ર અને મહારાણી ધારિણી દેવીનો આત્મજ સિંહસેન નામનો રાજકુમાર હતો. તે સંપૂર્ણ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત શરીર– વાળો યાવત્ યુવરાજપદથી અલંકૃત હતો.
६ तए णं तस्स सीहसेणस्स कुमारस्स अम्मापियरो अण्णया कयाइ पंच