Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૭૨ |
શ્રી વિપાક સૂત્ર
આવશે. યૌવન વય પ્રાપ્ત થતાં તેઓ બંને પતિ-પત્ની બની જશે. ત્યાં પણ અનેક પાપકર્મોનું ઉપાર્જન કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે.
અનંત સંસારમાં ભ્રમણ કરતાં-કરતાં મચ્છ થશે. તત્પશ્ચાતુ શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે અને પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સંયમ પાલન કરી મોક્ષને પ્રાપ્ત કરશે.