Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૧૦ ]
શ્રી વિપાક સૂત્ર
मल्ला- लंकारं गहाय बहु मित्तणाइ णियग-सयणसंबंधिपरियण महिलाहिं सद्धिं पाडलि-संडाओ णयराओ पडिणिक्खमित्ता बहिया जेणेव उंबरदत्तस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागच्छित्तए । तत्थ णं उबरदत्तस्स जक्खस्स महरिहं पुप्फच्चणं करिता जाणुपायवडियाए ओयाइत्तए- जइ णं अहं देवाणुप्पिया ! दारगं वा दारियं वा पयामि, तो णं अहं तुब्भं जायं च दायं च भायं च अक्खयणिहिं च अणुवड्ड- इस्सामि त्ति कटु ओवाइयं ओवाइणित्तए । एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलंते जेणेव सागरदत्ते सत्थवाहे तेणेव उवागच्छइ, सागरदत्तं सत्थवाहं एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! तुब्भेहिं सद्धिं जाव ण पत्ता । तं इच्छामि णं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया जाव ओवाइणित्तए ।'
तए णं से सागरदत्ते गंगदत्तं भारियं एवं वयासी- मम पि णं देवाणुप्पिया ! एस चेव मणोरहे, कहं तुमं दारगं दारियं वा पयाइज्जसि । गंगदत्ताए भारियाए एयमटुं अणुजाणइ । ભાવાર્થ : તે સમયે સાગરદત્તની ગંગદત્તા નામની પત્ની જાતનિકા હતી. જન્મ થતાં જ તેનાં બાળકો મરણ પામતાં હતાં. એકવાર મધ્યરાત્રિએ કુટુંબ સંબંધી ચિંતાથી જાગતી તે ગંગદત્તા સાર્થવાહીના મનમાં આ પ્રમાણે વિચાર આવ્યો.
હું ઘણાં લાંબા સમયથી સાગરદત્ત સાર્થવાહની સાથે ઉદાર–પ્રધાન કામભોગોનો ઉપભોગ કરી રહી છું, પરંતુ મને આજ સુધીમાં એક પણ જીવતા રહેનાર પુત્રને અથવા પુત્રીને જન્મ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. તે માતાઓ ધન્ય છે, જે માતા કૃતાર્થ છે, કૃત પુણ્ય છે, તેઓએ જ મનુષ્ય સંબંધી જન્મ અને જીવનને સફળ બનાવ્યું છે. પોતાનાં સ્તનોનાં દૂધમાં લુબ્ધ, મધુર આલાપ કરનાર, અલિત તોતડું બોલનારા-કાલુ કાલુ બોલનારા, સ્તનમૂળથી કટિપ્રદેશકમ્મર સુધી સરકનારા તથા એવા પુત્રોના મસ્તકને કમળ સમાન કોમળ હાથોથી પોતાના ખોળામાં રાખે છે, બેસાડે છે અને જે પુત્રો વારંવાર સુમધુર, કોમળ વચનો પોતાની માતાને સંભળાવે છે, તે માતાઓને હું ધન્ય માનું છું. તેના જન્મ અને જીવન સફળ છે.
હું અધન્યા છું, પુણ્યહીન છું, મેં પુણ્ય ઉપાર્જન કર્યું નથી, કારણ કે હું આવી બાળસુલભ ચેષ્ટાઓવાળા એક પણ સંતાનને પામી શકી નથી. હવે મારે માટે એ જ હિતકારક છે કે કાલે સવારે સૂર્યોદય થતાં જ સાગરદત્ત સાર્થવાહને પૂછીને વિવિધ પ્રકારનાં પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર લઈને મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનોની ઘણી સ્ત્રીઓ સાથે પાટલિખંડ નગરમાંથી નીકળીને બહાર ઉદ્યાનમાં જ્યાં ઉંબરદત્ત યક્ષનું યક્ષાયતન છે, ત્યાં જાઉં અને ઉંબરદત્ત યક્ષની મહાઈ (બહુમૂલ્ય) પુષ્પોથી પૂજા કરીને તેના ચરણોમાં નતમસ્તક થઈને, આ પ્રમાણે પ્રાર્થનાપૂર્ણ યાચના કરું