Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૨ ]
શ્રી વિપાક સૂત્ર
अण्णे य तत्थ बहवे पुरिसे पासइ सण्णद्धबद्धवम्मियकवए, उप्पीलियसरासणपट्टीए पिणद्धगेवेज्जे, विमलवरबद्ध-चिंधपट्टे, गहियाउहप्पहरणे ।
तेसिंच णं पुरिसाणं मज्झगयं एगं पुरिसं पासइ अवओडियबंधणं उक्कित्तकण्णणासं णेहतुप्पियगत्तं, वज्झकर कडिजुयणियच्छं, कंठेगुणरत्तमल्लदाम, चुण्ण- गुंडियगायं, चुण्णयं वज्झपाणपीयं, तिल-तिलं चेव छिज्जमाणं कागणिमसाइं खावियंत पावं, खक्खरगसएहिं हम्ममाणं, अणेग णरणारी संपरिवुडं चच्चरे चच्चरे खंडपडह एणं उग्घोसिज्जमाणं इमं च णं एयारूवं उग्घोसणं पडिसुणेइ- णो खलु देवाणुप्पिया ! उज्झियगस्स दारगस्स केइ राया वा रायपुत्तो वा अवरज्झइ; अप्पणो से सयाई कम्माइं अवरज्झंति । ભાવાર્થ :- કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ઈન્દ્રભૂતિ નામના અણગાર યાવત નિરંતર છઠ છઠના પારણા કરતાં, તપ સંયમથી આત્માને ભાવિત કરતાં ત્યાં વિચરતા હતા. તે ભગવાન ગૌતમ સ્વામી છઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરીને યાવત્ (ગૌતમ સ્વામીનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રથી જાણવું) વાણિજ્યગ્રામ નગરમાં ભિક્ષા માટે ગયા. સાધારણ, અસાધારણ અને મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે બ્રમણ કરતાં રાજમાર્ગ પર પહોંચ્યા.
ત્યાં રાજમાર્ગ પર તેમણે યુદ્ધની સજાવટથી યુક્ત એવા અનેક હાથીઓને જોયા. તે હાથીઓને કવચ પહેરાવેલા હતા, તે ઉપકરણ (ઝૂલ) આદિથી યુક્ત હતા. તેઓનાં પેટ દઢ બંધનોથી બાંધેલાં હતાં. તેમની ઝૂલોની બંને બાજુ મોટા મોટા ઘંટ લટકી રહ્યા હતા. તેઓ જાત જાતના મણિઓ અને રત્નોથી જડિત અનેક પ્રકારનાં ગળાના આભૂષણો પહેરાવેલાં હતાં. તેઓ ઉત્તર કંચુક નામના તનુત્રાણ વિશેષ એવં અન્ય કવચાદિ સામગ્રીથી યુક્ત હતા. તે ધ્વજા, પતાકા તથા પંચવિધ શિરોભૂષણોથી વિભૂષિત હતા તેમજ તેઓ ફેંકી ન શકાય તેવા તલવાર આદિ આયુધ અને ફેંકી શકાય તેવાં તીર આદિ પ્રહરણને ધારણ કરનાર મહાવત સવાર થઈ રહ્યા હતા.
આ પ્રમાણે ત્યાં યુદ્ધની સજાવટથી યુક્ત એવા અનેક અશ્વોને પણ જોયા, તેને કવચ અને શારીરિક રક્ષાનાં ઉપકરણો પહેરાવેલા હતાં. તેઓના શરીર પર સોનાની બનાવેલી ઝૂલ નાખી હતી અને તે લટકતાં તનુત્રાણથી યુક્ત હતા. જે બખ્તર વિશેષથી યુક્ત તથા લગામથી નમેલા મુખવાળા હતા. તે ક્રોધથી હોઠોને ચાવી રહ્યા હતા અને ચામર તથા સ્થાસક(આભરણ વિશેષ)થી તેમનો કટિભાગ વિભૂષિત થઈ રહ્યો હતો. તેના પર બેઠેલા ઘોડેસવારો આયુધ અને પ્રહરણાદિથી યુક્ત હતા.
આ રીતે ગૌતમ સ્વામીએ ત્યાં યુદ્ધની સજાવટથી યુક્ત એવા ઘણા પુરુષોને પણ જોયા. તેઓ લોહમય કસૂલકાદિથી યુક્ત કવચો શરીર પર ધારણ કરેલા હતા. તેમની ભુજામાં શરાસનપટ્ટી(ધનુષ્ય ખેંચતી વખતે હાથની રક્ષા માટે બાંધવામાં આવતી ચામડાની પટ્ટી) ખેંચીને બાંધેલી હતી. તેઓ ગળામાં