Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૩/અલગ્નસેન
[ ૫૫ ]
નામનું નગર હતું. તે નગર ઘણું જ સમૃદ્ધ હતું ત્યાં ઉદય નામનો રાજા રાજ્ય કરતો હતો. તે હિમાલય પર્વતની જેમ મહાન હતો વગેરે અને રાજાનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
તે પરિમતાલ નગરમાં નિર્ણય નામનો એક ઈંડાનો વ્યાપારી રહેતો હતો. તે ઘણો જ ધનવાન થાવત સન્માનનીય પ્રાપ્ત હતો. અધર્મી યાવત અતિ અસંતોષી હતો.
નિર્ણય નામના ઈડાના વેપારીના રૂપિયા, પૈસા અને ભોજનના રૂપમાં વેતન ગ્રહણ કરનાર અનેક પુરુષો(નોકરો) હંમેશાં કોદ્દાલ ઘાસના કરડિયાઓ તથા વાંસના ટોપલાઓ લઈને પુરિમતાલ નગરની ચારે તરફ અનેક કાગડીઓનાં ઈંડાંઓને, ઘુવડીઓનાં ઈંડાંઓને, કબૂતરીનાં ઈંડાંઓને, ટીટોડીનાં ઈડાંઓને, બગલીઓનાં ઈંડાંઓને, ઢેલનાં ઈંડાઓને, મરઘી ઈંડાઓને તથા બીજા પણ અનેક જલચર, સ્થળચર અને ખેચર આદિ જીવોનાં ઈંડાઓને વાંસના ટોપલાઓમા ભરીને, તે ઈડાંના વ્યાપારી નિર્ણય પાસે લાવીને તેને ઈંડાંઓથી ભરેલા કરંડિયાઓ અને ટોપલાઓ તેને આપતા હતા. | ११ तए णं तस्स णिण्णयस्स अंडवाणियगस्स बहवे पुरिसा दिण्णभइभत्तवेयणा बहवे काइअंडए जाव कुक्कुडिअंडए य अण्णेसिं च बहूणं जलयरथलयर- खहयरमाईण अंडए तवएसु य कवल्लीसु य कंदुसु य भज्जणएसु य इंगालेसु य तलेंति, भज्जति, सोल्लेति, तलित्ता भज्जित्ता सोल्लेत्ता य रायमग्गे अंतरावणंसि अंडयपणिएणं वित्तिं कप्पेमाणा विहरति ।अप्पणा वि य णं से णिण्णए अंडवाणियए तेहिं बहूहि काइअंडएहि य जाव कुक्कुडिअंडएहि य सोल्लेहि य तलिएहि य भज्जिएहि य सुरं च महुं च मेरगं च जाइं च सीधुं च पसण्णं च आसाएमाणे जाव विहरइ । ભાવાર્થ :- ત્યાર બાદ તે નિર્ણય નામના ઈડાંના વેપારીના અનેક વેતનભોગી પુરુષો ઘણાં કાગડી યાવત્ મરઘીઓનાં તથા જલચર, સ્થળચર, ખેચર આદિ જીવોનાં ઈંડાંઓને તવામાં નાંખી, કડાઈમાં નાંખી, શેકવાના પાત્રમાં નાંખી, અંગારા પર નાખી, તેને તળતા હતા, શેકતા હતા, પકાવતા હતા; તળીને, શેકીને, પકાવીને તેઓ રાજમાર્ગની દુકાનોમાં ઈંડાંઓના વેપારથી આજીવિકા ચલાવતા હતા.
તે નિર્ણય નામનો ઈડાંનો વેપારી પોતે પણ કાગડી વાવ મરઘીઓનાં પકાવેલાં, તળેલાં, ભૂજેલાં ઈડાઓ સાથે સુરા આદિ છ પ્રકારની મદિરાઓનું આસ્વાદનાદિ કરતો યાવતું જીવન વ્યતીત કરી રહ્યો
હતો.
અભગ્નસેનનો વર્તમાન ભવ :| १२ तए णं से णिण्णए अंडवाणियए एयकम्मे एयप्पहाणे एयविज्जे एयसमायारे