Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| अध्ययन-3/अमनसेन
५१ ।
પ્રપાતવાળી (ઊંડી)ખાઈથી તે સુરક્ષિત હતી. તેમાં પાણીનો પૂરતો પ્રબંધ હતો. તેની બહાર દૂર-દૂર સુધી પાણી મળતું ન હતું. તેની અંદર ભાગવા માટે અનેકાનેક ગુપ્ત ચોર દ્વાર હતાં. પરિચિત વ્યક્તિઓનું જ તેમાં પ્રવેશ અને નિર્ગમન(આવાગમન) થઈ શકતું હતું. ચોરો દ્વારા ચોરાયેલાં ધન-માલને પાછા લાવવામાં પ્રયત્નશીલ એવા ઘણા મનુષ્યો પણ તેમાં પ્રવેશ કરી શકતા ન હતા અથવા ઘણાં કુપિત મનુષ્યો દ્વારા પણ તે અજેય હતી. ચોર સેનાપતિ વિજય :| ४ तत्थ णं सालाडवीए चोरपल्लीए विजए णामं चोरसेणावई परिवसइ । अहम्मिए अहम्मिटे अहम्मक्खाई अहम्माणुए अहम्मपलोई अहम्मपलज्जणे अहम्मसीलसमुदायारे अहम्मेण चेव वित्तिं कप्पेमाणे विहरइ । हण-छिंद-भिंदवियत्तए, लोहियपाणी, बहुणयरणिग्गयजसे, सूरे, दढप्पहारे, साहसिए, सहवेही असि लट्ठि पढममल्ले । से णं तत्थ सालाडवीए चोरपल्लीए पंचण्हं चोरसयाणं आहेवच्चं जाव सेणावच्चं कारेमाणे पालेमाणे विहरइ । ભાવાર્થ :- શાલાટવી નામની ચોરપલ્લીમાં વિજય નામનો ચોરોનો સેનાપતિ રહેતો હતો. તે મહાઅધર્મી હતા, અધર્મનિષ્ઠ, અધર્મની વાત કરનાર, અધર્મનો અનુયાયી, અધર્મદર્શી, અધર્મમાં અનુરાગ વાળો, અધર્માચારશીલ અને અધર્મથી જીવન પસાર કરનારો હતો. તે મારો, કાપો, છેદો, ભેદો આવાં જ વચનો બોલનારો હતો. તેના હાથ લોહીથી ખરડાયેલા રહેતા હતા. તેનું નામ અનેક નગરોમાં પ્રસિદ્ધ હતું અર્થાત્ તે કુખ્યાત હતો. તે શૂરવીર, દઢ પ્રહાર કરનાર, શબ્દવેધી (જોયા વિના માત્ર શબ્દના આધારે લક્ષ્ય બાંધીને બાણ મારનાર) અને તલવાર તથા લાઠીનો પ્રહાર કરવામાં અગ્રગણ્ય યોદ્ધો હતો. તે સેનાપતિ ચોરપલ્લીમાં પાંચસો ચોરોનું આધિપત્ય કાવતુ સેનાપતિત્વ કરતો ચોરોનું પાલન કરતો જીવન વ્યતીત
तोडतो. | ५ तत्थ णं से विजए चोरसेणावई बहूणं चोराण य पारदारियाण य गंठिभेयाण य संधिच्छेयगाण य खंडपट्टाण य अण्णेसिं च बहूणं छिण्ण-भिण्ण बाहिराहियाणं कुडगे यावि होत्था ।
तए णं से विजए चोरसेणावई पुरिमतालस्स णयरस्स उत्तरपुरथिमिल्लं जणवयं बहूहिं गामघाएहि य णगरघाएहि य गोग्गहणेहि य बंदिग्गहणेहि य पंथकोट्टेहि य खत्तखणणेहि य ओवीलेमाणे, विद्धंसेमाणे, तज्जेमाणे, तालेमाणे, णित्थाणे णिद्धणे णिक्कणे करेमाणे विहरइ, महाबलस्स रण्णो अभिक्खणं अभिक्खणं कप्पायं गेण्हइ ।