Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી વિપાક સૂત્ર
અને લાવણ્ય દ્વારા ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળો થશે.
ત્યાર બાદ તે પ્રિયસેન નપુંસક ઈન્દ્રપુર નગરના રાજા, ઈશ્વર યાવત્ બીજા સાર્થવાહ વગેરેને અનેક પ્રકારના વિદ્યા પ્રયોગથી, મંત્રો દ્વારા, મંત્રેલી ભસ્મ આદિના પ્રયોગોથી હૃદયને શૂન્ય કરી દેનારા, અદશ્ય કરી દેનારા, વશીભૂત કરનારા તથા પરાધીન કરી દેનારા પ્રયોગોથી બધાને વશીભૂત કરીને મનુષ્ય સંબંધી પ્રધાનભોગોનો ઉપભોગ કરતો સમય વ્યતીત કરશે.
२५ एणं सेपियसेणे णपुंसए एयकम्मे एयप्पहाणे एयविज्जे एयसमायारे सुबहु पावकम्मं समज्जिणित्ता एकवीसं वाससयं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइयत्ताए उववज्जिहि । ततो सरीसवेसु, एवं संसारो तहेव जहा पढमे अज्झयणे जाव पुढवीसु । से णं तओ अणंतरं उव्वट्टिता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे चंपाए णयरीए महिसत्ताए पच्चायाहिइ । से णं तत्थ अण्णया कयाइ गोट्ठिल्लएहिं जीवीयाओ ववरोविए समाणे तत्थेव चंपाए णयरीए सेट्ठिकुलंसि पुत्तत्ताए पच्चायाहिइ । से णं तत्थ उम्मुक्कबालभावे तहारूवाणं थेराणं अंतिए केवलं बोहिं बुज्झिहिइ, अणगारे भविस्सइ, सोहम्मे कप्पे, जहा पढमे जाव अंतं करेहिइ । णिक्खेवो
I
जहा पढमस्स ।
ભાવાર્થ :– તે પ્રિયસેન નપુંસક આ પાપપૂર્ણ કાર્યોને જ પોતાનું કર્તવ્ય, મુખ્ય લક્ષ્ય તથા વિજ્ઞાન તેમજ સર્વોત્તમ આચરણ બનાવશે. આ દુષ્પ્રવૃત્તિઓ દ્વારા તે ઘણાં પાપકર્મોનું ઉપાર્જન કરીને ૧૨૧ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને મૃત્યુના અવસરે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની પ્રથમ નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને છાતીના બળથી ચાલનારાં સર્પ આદિ અથવા ભુજાના બળથી ચાલનાર નોળિયા આદિ પ્રાણિઓની યોનિમાં જન્મ લેશે. ત્યાંથી તેનું સંસાર પરિભ્રમણ પ્રથમ અધ્યયનમાં કથિત મૃગાપુત્રની સમાન થશે યાવત્ પૃથ્વીકાય વગેરેમાં જન્મ લેશે. પછી તે ત્યાંથી નીકળીને આ જંબુદ્રીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રની ચંપા નામની નગરીમાં પાડા રૂપે ઉત્પન્ન થશે. ત્યારે તે ક્યારેક મિત્રમંડળી દ્વારા મારવામાં આવશે અને તે જ ચંપાનગરીના શ્રેષ્ઠીકુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાલ્યાવસ્થા પૂર્ણ કરીને યૌવનાવસ્થાએ પ્રાપ્ત થતાં તે વિશિષ્ટ સંયમી સ્થવિરો પાસે સર્વજ્ઞોક્ત ધર્મને પ્રાપ્ત કરશે અને અણગારધર્મને ગ્રહણ કરશે. ત્યાંથી મૃત્યુના અવસરે કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે યાવત્ મૃગાપુત્રની જેમ સર્વ કર્મોનો અંત કરશે.
નિક્ષેપ :– અધ્યયનનો ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો.