Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંપાદન અનુભ]
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા મને જે મળ્યું છે, જેવું મળ્યું છે, જેટલું મળ્યું છે અને જ્યારે મળે છે, તે મારા કર્મના ઉદયથી જ મળ્યું છે. આ વૈકાલિક કર્મસિધ્ધાંતને પ્રગટ કરતું શ્રી વિપાકસૂત્ર જૈનતત્ત્વજ્ઞાનની અણમોલ પૂંજી છે.
જીવ પોતાના કષાય અને યોગના માધ્યમથી જે પ્રવૃત્તિ કરે છે, તેના દ્વારા કર્મનો બંધ થાય છે. તે કર્મનો પરિપાક થાય ત્યારે તેના વિપાકનો અર્થાત્ કર્મફળનો અનુભવ કરાવે છે. શ્રી વિપાકસૂત્ર પ્રત્યેક સંસારી જીવોની વર્તમાન પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે ? તે પ્રશ્નનું સમાધાન આપે છે.
આ આગમગ્રંથમાં કર્મના શુભવિપાક અને અશુભવિપાકને પ્રદર્શિત કરતા દશ-દશ ચારિત્રોનું પૂર્વભવ સહિતનું નિરૂપણ છે. પાઠકો કથાનક વાંચતા જાય, કર્મના શુભાશુભ ફળના તાદશ્ય ચિત્રો નિરખતા જાય અને કર્મસિધ્ધાંત સહજ રીતે હૃદયંગમ થતો જાય છે.
આ આગમના સંપાદનના પાવન અવસરે અમોને પણ આગમ અવલોકનની તક સાંપડી. એક બાજુ તીવ્રતમ અશુભ વિપાક અને બીજી બાજુ ઉચ્ચ કોટિના શુભ વિપાકોના દશ્યો વાંચ્યા, માનસપટ પર તેની ઊંડી છાપ અંકિત થઇ ગઇ. તુરંત વિચાર આવ્યો કે શાસ્ત્રનો મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, કઠિન શબ્દોના શબ્દાર્થ વગેરે તૈયાર કર્યું જ છે પરંતુ પાઠકો માટે સમગ્ર શાસ્ત્રના સારભૂત તત્વને કોટક રૂપે તૈયાર કરીએ જેથી વાંચકો શીઘ્રતાથી શાસ્ત્રના સારને પામી શકે, તે લક્ષે કોષ્ટક તૈયાર કર્યું. તે ઉપરાંત સમગ્ર કર્મસિધ્ધાંત સંબંધી સંક્ષિપ્ત માહિતિ પણ સંકલિત કરીને પરિશિષ્ટરૂપે પ્રગટ કરી છે.
શ્રી સુખવિપાક સૂત્રમાં પ્રથમ સુબાહુકુમારના અધ્યયનનું વિસ્તૃત વર્ણન છે. શેષ નવ અધ્યયનોમાં અતિદેશાત્મક પાઠ છે. તેમાં પહેલાં, બીજા, ત્રીજા અને દશમા અધ્યયનમાં પંદરમા ભવે અને શેષ અધ્યયનમાં તે જ ભવે મોક્ષનું કથન છે. આ પ્રકારની ભિન્નતાનું કારણ સ્પષ્ટ થતું નથી કારણ કે દુઃખ વિપાક સૂત્ર, ઉપાસકદશાંગ સૂત્ર, અંતગડ સૂત્ર આદિ સૂત્રોની જેમ અહીં પણ ભવપરંપરાની સમાનતા હોવી જોઇએ. લેખનકાલમાં પાઠલેખનમાં કોઈ પણ કારણથી સ્કૂલના થઇ હોય અને નાવ ઉનિડુ ના સ્થાને નવસિ પાઠ લખાયો હોય તેવી સંભાવના છે.
થરીની
DO
31 આજ