Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
જમાનાની દેન નથી. સારા અને ખરાબ લોકો દરેક યુગમાં ઓછાવત્તા પ્રમાણમાં થતા જ રહે છે.
વિપાક સૂત્રના પ્રત્યેક અધ્યયનમાં પુનર્જન્મની ચર્ચા છે. કોઈ વ્યક્તિ દુઃખથી આકુળ-વ્યાકુળ બનતો હોય અને કોઈ સુખના સાગરમાં ડૂબેલો હોય. તે જોઈ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે આમ કેમ? ત્યારે ભગવાને તેનો પૂર્વ ભવ સંભળાવીને એવું સમાધાન કરી આપ્યું કે તેનું રહસ્ય સ્વયં સમજી જાય. અન્યાય, અત્યાચાર, વેશ્યાગમન, પ્રજાપડન, લાંચ-રૂશ્વત, હિંસા, નરમેઘ યજ્ઞ, માંસ–ભક્ષણ વગેરે દુષ્કૃત્યને કારણે અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે. સુખવિપાક સૂત્રમાં સુપાત્ર દાનનું સુંદર પ્રતિ ફળ બતાવેલ છે.
પ્રથમ વિભાગમાં દુષ્કર્મ કરનારા જીવોના પ્રસંગોનું કથન છે. તેનાં અધ્યયનથી એવું સમજી શકાય છે કે કોઈને કોઈ દુરાચારી લોકો દરેક જમાનામાં હોય છે. જે પોતાની ક્રૂર અને હિંસક મનોવૃત્તિના કારણે ભયંકર અપરાધો કર્યા કરે છે અને તેનાં પ્રતિફળ રૂપે વિપુલ પ્રમાણમાં અસહ્ય યાતનાઓ ભોગવ્યા કરે છે.
વિપાક સૂત્રનાં જે અધ્યયનો આજે ઉપલબ્ધ છે તેમાં રોચક અને પ્રેરક વિષય છે અને હૃદય ધ્રુજાવી દે તેવી ધારાવાહી વિષય છે. આ અધ્યયનોમાં મળતાં ચિંતનોથી દરેક મુમુક્ષુ આત્માઓએ ત્યાગ અને વૈરાગ્યપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ કરી મનુષ્યભવને સાર્થક કરી લેવો જોઈએ. વ્યાખ્યા સાહિત્ય અને સંસ્કરણો :
વિપાક સૂત્રનો વિષય અત્યંત સરળ અને સુગમ હોવાથી તેના પર નિર્યુકિત કે ભાષ્ય લખાયેલ નથી કે ચૂર્ણિની રચના પણ નથી થઈ. સર્વપ્રથમ આચાર્ય અભયદેવે આના પર સંસ્કૃત ભાષામાં ટીકા લખી છે; પ્રારંભમાં આચાર્યે ભગવાન મહાવીરને નમસ્કાર કરી વિપાક સૂત્ર પર વૃત્તિ લખવાની પ્રતિજ્ઞા કરી અને વિપાક કૃતના શબ્દાર્થ પ્રસ્તુત કર્યા. વૃત્તિકારે અનેક પારિભાષિક શબ્દોના સંક્ષિપ્ત અને સારપૂર્ણ અર્થ પણ આપ્યા છે. વૃત્તિના અંતમાં વિદ્વાનોને નમ્ર નિવેદન કર્યું છે કે, તેઓ વૃત્તિને પરિષ્કૃત કરવાનો અનુગ્રહ કરે. પ્રસ્તુત વૃત્તિનું પ્રકાશન સર્વપ્રથમ સન ૧૮૭૬માં રાય ધનપતસિંહે કલકત્તામાં કર્યું. ત્યાર પછી સન્ ૧૯૨૦ માં આગમોદય સમિતિએ મુંબઈથી, મુક્તિ કમલ જૈન મોહન માલાએ વડોદરાથી અને સન્ ૧૯૩૫ માં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે
40