Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પર આવે છે તે ઉપકારમૂર્તિઓ. અમારા જીવનના ધ્રુવતારક સમ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા, ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. તથા શ્રમણી વિદ્યાપીઠના પંડિત શ્રી શોભાચંદજી ભારિલ્લ અને પંડિત શ્રી રોશનલાલજી જૈન. જેઓની પાસેથી અમે આગમજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આગમ સંપાદન માટે આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.ની તીક્ષ્ણ પ્રજ્ઞા અને આગમ સંપાદનનો વિશાળ અનુભવ અમોને દિશાસૂચનરૂપ છે.
આ કાર્યનો શ્રમ કોઈ શારીરિક શ્રમ નથી પરંતુ સ્વાધ્યાય તપનો આધ્યાત્મિક પુરુષાર્થ છે. મનની પ્રસન્નતા અને ચિત્તની સ્વસ્થતા વિના લેખનકાર્ય અત્યંત કઠિન બની જાય છે. જેના સાંનિધ્યમાં અહર્નિશ રહીને જ સંપાદનનું અમારું આ મહત્તમ કાર્ય થઈ રહ્યું છે તેવા ગુરુણીમૈયા પૂ. વીરમતિબાઈ મ. અમોને સર્વ પ્રકારની અનુકૂળતા પૂરી પાડે છે. તેઓશ્રી આ પુણ્યકાર્યના સહાયક જ નહીં પરંતુ પ્રબળ પ્રેરક છે.
આગમ અનુવાદ કે સંપાદન તો અમે સંત-સતીજીઓ કરીએ પણ પ્રકાશન કાર્ય તો શ્રાવંત, ભક્તિવંત સુશ્રાવકોના હસ્તે જ શક્ય છે. આગમ કાર્યમાં પ્રારંભથી જ અમોને સહયોગ આપનારા ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠની આગમ શ્રદ્ધા અનુમોદનીય છે.
તે ઉપરાંત જન્મથી જ જેમનો સંસ્કાર વારસો પામીને આ સ્થાન સુધી પહોંચ્યા છીએ તેવા અનંત ઉપકારી જન્મદાત્રી માતા તથા પિતાએ કરેલા ઉપકારો સમક્ષ અમારું અંતર ઝૂકી જાય છે.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુરુણીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વી૨ ગુરુણીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
બસ ! અંતે શ્રી ભગવતી સૂત્રના ગહન ભાવોને સમજવામાં કે લેખનમાં છદ્મસ્થતાના કારણે કોઈ સ્ખલના થઈ હોય, જિનવાણીથી વિપરીત પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધે-ત્રિવિધે ક્ષમાયાચના...
53