Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અર્થનું જ્ઞાન દેવાવાળા પણ ભાગ્યે જ મળતાં. આ રીતે અનેક કારણોથી આગમની પાવનધારા સંકુચિત થઈ ગઈ.
વિક્રમ સંવતની સોળમી શતાબ્દીમાં વીર લોકાશાહે આ દિશામાં ક્રાન્તિકારી પ્રયત્ન કર્યો. આગમોનાં શુદ્ધ અને યથાર્થ અર્થજ્ઞાનને નિરૂપિત કરવા એક સાહસિક ઉપક્રમ ફરીથી ચાલુ થયો પરંતુ થોડા સમય પછી તેમાં પણ સાંપ્રદાયિક વિદ્વેષથી વ્યવધાન ઉપસ્થિત થવા લાગ્યાં. સૈદ્ધાંતિક વિગ્રહ તથા લિપિકારોનું અત્યંત ઓછાં જ્ઞાનને કારણે આગમોની અનુપલબ્ધિના કારણે સમ્યક અર્થબોધ પામવામાં ઘણું મોટું વિદન આવ્યું.
ઓગણીસમી શતાબ્દીના પ્રથમ ચરણમાં જ્યારે આગમ મુદ્રણની પરંપરા ચાલી ત્યારથી પાઠકોને કંઈક સુવિધા પ્રાપ્ત થઈ. ધીરે ધીરે વિદ્વાનોના પ્રયાસોથી આગમોની પ્રાચીન નિર્યુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિઓ, ટીકાઓ વગેરે પ્રકાશમાં આવ્યાં અને તેના આધાર પર આગમોના સ્પષ્ટ–સુગમ ભાવબોધ સરળ ભાષામાં પ્રકાશિત થયા. આજે પહેલાં કરતાં કંઈક અધિક આગમ-સ્વાધ્યાયની પ્રવૃત્તિ વધી છે. જનતામાં આગમો પ્રત્યેનું આકર્ષણ તથા રુચિ જાગૃત થઈ રહી છે. આ રુચિ જાગરણમાં અનેક વિદેશી આગમજ્ઞ વિદ્વાનો તથા ભારતીય જૈનેતર વિદ્વાનોના આગમ શ્રુત સેવાનો પણ પ્રભાવ છે. તેથી આપણે વિશેષ ગૌરવ અનુભવીએ છીએ. જે કંઈ પણ આજે ઉપલબ્ધ શાસ્ત્રો છે તેમાં જ શ્રદ્ધાથી સંતોષ માની આત્મ વિકાસ કરવાનો છે. એ જ શ્રેય છે. શ્રદ્ધાનું સૂત્ર આ પ્રકારે છે– "તમેવ સર્વ સં = નિદિ પવે" -આચારાંગ સૂત્રો પ્રસ્તુત સૂત્રનો નામ બોધ :
શ્રમણ ભગવાન મહાવીરની વિમલ વાણીનું સંકલન સર્વપ્રથમ તેમના પ્રધાન શિષ્ય ગણધરોએ કર્યું. તે સંકલન અંગ સૂત્રોનાં રૂપમાં વિશ્રુત છે. અંગ બાર છે. વર્તમાન સમયમાં બારમું અંગ દષ્ટિવાદ ઉપલબ્ધ નથી. બાકીનાં અગિયાર અંગોમાં સમવાયાંગનું સ્થાન ચોથું છે. આગમ સાહિત્યમાં તેમનું અનોખું સ્થાન છે. જીવ વિજ્ઞાન, સૃષ્ટિ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, તત્ત્વ વિધા, ઈતિહાસનાં મહત્ત્વપૂર્ણ તથ્યોનો આ અનુપમ કોષ છે. આચાર્ય અભયદેવે લખ્યું છે– પ્રસ્તુત આગમમાં જીવ-અજીવ, પ્રસૃતિ પદાર્થોનો પરિચ્છેદ અથવા સમવતાર છે. તેથી આ આગમનું નામ સમવાય અથવા સમવાઓ
35