________________
પ્રબંધ પહેલો, અધિકાર પહેલો અધ્યાત્મમાહાસ્ય અધિકાર
માણસ લીન બનતો જાય તેમ તેમ એને વિશેષ ઉઘાડનો અનુભવ થતો જાય. એટલા માટે અંદરના પ્રકાશની વૃદ્ધિ માટે ચિંતન, મન, ભાવન વારંવાર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અધ્યાત્મશાસ્ત્રના અનુભવીઓ આ વાતની સાક્ષી પૂરે છે. અધ્યાત્મવિદ્યા ગૂઢ અને ગહન છે. આધ્યાત્મિક અનુભવનો, આત્મસ્વરૂપમાં લીન બનવાનો અનુભવ અલૌકિક અને અપાર આનંદ આપનારો છે. અધ્યાત્મવિદ્યાની ગુરુશિષ્ય પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. એટલે જો કોઈ યોગ્ય અધિકારી વ્યક્તિ આ શાસ્ત્ર આપવું જોઈએ, અર્થાત્ શીખવવું જોઈએ. યોગ્ય અધિકાર વિનાની વ્યક્તિને શીખવવા જતાં અનર્થ થવાનો સંભવ છે. આથી જ પ્રાચીન કાળથી ચાલી આવતી ભારતીય પરંપરામાં કેટકેટલી ગુપ્ત વિઘાઓ યોગ્ય અધિકારી પાત્રને જ આપવાનું ફરમાન છે.
इति अध्यात्ममाहात्म्याधिकारः । અધ્યાત્મમાહાભ્ય અધિકાર સંપૂર્ણ.
Jain Education International 2010_05
૧૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org